સ્વરોજગાર મેળો:પોરબંદર ખાતે મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ માટે કલ્યાણકારી યોજનાઓ તથા નોકરી દાતાઓ દ્વારા સ્ટોલ રખાયા, બહોળી સંખ્યામાં બહેનોએ સ્ટોલની મુલાકાત લીધી

પોરબંદર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વરોજગાર મેળો તાજા વાલા હોલ ખાતે યોજાયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સ્વરોજગાર મેળામાં અંદાજી 450થી વધુ બહેનો તથા નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું કે, દેશમાં સરકારી તથા બિનસરકારી તમામ ક્ષેત્રે મહિલાઓ પુરુષ સમોવડી બનીને કામ કરી રહી છે.

મહિલા ઉત્કર્ષ અને મહિલા સશક્તિકરણ માટે ઘણીબધી યોજનાઓ કાર્યરત છે. દરેક મહિલા શિક્ષિત બને તે ખૂબ જ જરૂરી છે. એડવોકેટ જાનકીબેન વાઢેરે સમાનતાનો અધિકાર, સમાન વેતનનો અધિકાર, શોષણ વિરુદ્ધ અધિકાર, જાહેર નોકરીમાં તકની સમાનતા, પ્રસુતિ લાભ અધિનિયમ, સ્ત્રી સંબંધિત પોલીસ અધિકારો, દહેજ પ્રતિબંધક અધિનિયમ, 181 અભયમ સહિત યોજનાઓ તથા મહિલા સુરક્ષા લક્ષી કાયદા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. અહીં મહિલા સ્વરોજગાર મેળો યોજાયો હતો.

જેમાં મહિલાઓલક્ષી યોજનાકીય વિવિધ સ્ટોલ તથા નોકરી દાતાઓ દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા શક્તિ કેન્દ્ર, 181 અભયમ, જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંકલનમાં વિવિધ નોકરી દાતાઓના સ્ટોલ, વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, એસબીઆઇ આરસેટીનો સ્ટોલ દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં 450થી વધુ બહેનો ઉપસ્થિત રહીને વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. સ્ટોલ ધારકો દ્વારા મહિલાઓ લક્ષી સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. તથા નોકરી દાતાઓ દ્વારા પણ બહેનોને નોકરી માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં 450 થી બહેનોએ ઉપસ્થિત રહી સ્ટોલની મુલાકાત લીધી
સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા શક્તિ કેન્દ્ર, 181 અભયમ, જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંકલનમાં વિવિધ નોકરી દાતાઓના સ્ટોલ, વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, એસબીઆઇ આરસેટીનો સ્ટોલ દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં 450 થી વધુ બહેનો ઉપસ્થિત રહીને વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. સ્ટોલ ધારકો દ્વારા મહિલાઓ લક્ષી સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...