તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:જિલ્લામાં મગના વાવેતરમાં 1590 હેકટરનો વધારો નોંધાયો

પોરબંદર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1980 હેકટર તલના વાવેતરમાં ઘટાડો નોંધાયો : 343 હેક્ટરમાં ચોળીના વાવેતરમાં વધારો

પોરબંદર જિલ્લામાં મગના વાવેતરમાં 1590 હેકટરનો વધારો થયો છે જ્યારે 1980 હેકટર તલના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.

પોરબંદર જિલ્લામાં ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું છે. આ વખતે 13378 હેકટરમા પાકનું વાવેતર કર્યાનું નોંધાયું છે. પાકમાં મુખ્ય મગ, તલ, શાકભાજી, ઘાસચારો પાકનું વધુ વાવેતર કરવામાં આવે છે ત્યારે આ વખતે ગત વર્ષની સરખામણીએ 1590 હેકટર મગનું વાવેતર વધ્યું છે જ્યારે ગત વર્ષની સરખામણીએ આ વખતે 1980 હેકટર તલના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે બાજરીના વાવેતરમાં પણ આ વખતે 220 હેકટર ઓછું વાવેતર થયું છે. જ્યારે આ વખતે 1220 હેકટર ઘાસચારાનું વાવેતર ઘટ્યું છે. 343 હેકટરમા ચોળીના વાવેતરમા વધારો થયો છે. ગત વર્ષની સરખામણીમાં તલનું વાવેતર ઘટ્યું છે.

2020માં ઉનાળુ પાકનું વાવેતર

પાકહેકટરમાં
બાજરી240
મગ4570
અડદ45
મગફળી55
તલ4580
શાકભાજી500
ઘાસચારો4070
અન્યપાક(ચોળી)875

​​​​​​​

આ વખતનું ઉનાળુ પાકનું વાવેતર

પાકહેકટરમાં
બાજરી20
મગ6160
અડદ120
મગફળી45
તલ2600
શાકભાજી365
ઘાસચારો2850
અન્યપાક(ચોળી)1218

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો