ફરિયાદ:માધવપુરની સગીરાને શખ્સ ભગાડી ગયો

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયાની ફરિયાદ

પોરબંદર જીલ્લાના માધવપુર ગામની એક સગીરાને તે જ ગામમાં રહેતો એક શખ્સ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદાથી ગઇકાલે રાત્રીના સમયે ભગાડી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગત અનુસાર માધવપુર ગામમા રહેતી એક સગીરા કે જેની ઉમર 17 વર્ષ 7 માસનીને છે. તેને મૂળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કારેજ ગામનો અને હાલ માધવપુરમાં રહેતો કિશન હીરાભાઇ કાથડ નામનો શખ્સ ગઇકાલે રાત્રીના સમયે તેના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદાથી ભગાડી ગયો હતો. આ અંગે સગીરાના પિતા દ્વારા માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે કિશન કાથડ નામના શખ્સ સામે ગુન્હો નોંધીને આ બંનેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...