તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મારૂં ગામ કોરોના મુક્ત ગામ અભિયાનમાં સામુહિક પ્રયાસો કરતું માધવપુર ઘેડ ગામ

માધવપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું, સંસ્થાઓ દ્વારા ઉકાળાનું વિતરણ થાય છે

માધવપુરમાં સ્થાનિક વેપારીઓ દ્વારા દરરોજ બપોર પછી વેપારીઓ સ્વૈચ્છીક લોકડાઉન પાળે છે. માધવપુરના સરપંચ રામભાઈ કરગટીયા અને અન્ય સભ્યો તેમજ ગામના આગેવાનો દ્વારા આરોગ્યના કર્મચારીઓ સાથે સંકલન કરીને ગામમાં લોકો માસ્ક પહેરે તેમજ ભીડ ન કરે તે માટે સમજાવવામાં આવી રહ્યા છે. માધવપુર ઘેડમાં ગ્રામ પંચાયતના સંકલનથી સેનેટાઈઝેશન પણ કરવામાં આવે છે.

આયુર્વેદ ઉકાળાનું પણ વિતરણ આરએસએસ અને સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા સેવાભાવી યુવાનોના સંકલનથી કરવામાં આવી રહ્યું છે. આ ઉકાળો ઓશો આશ્રમના વિજયભાઈ સ્વામીના સહયોગથી આપવામાં આવી રહ્યો છે. માધવપુરની મેઈન બજારમાં ચોરા પાસે તા. 11 મે સુધી સવારે 6 થી 8 દરમ્યાન લોકોને ઉકાળાનું વિતરણ કરવામાં આવશે.

ગામમાં કોવીડ કેર સેન્ટરની વ્યવસ્થા અને કોરોના નિયંત્રણ અંગેની કામગીરી સંદર્ભે તાજેતરમાં જિલ્લા કલેકટર ડી.એન.મોદી અને જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી અને જિલ્લાના અધિકારીઓએ પણ ગામની મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. કામિલ અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા પણ હાલમાં કામગીરી વધારવામાં આવી છે. જનરલ ઓપીડી ઉપરાંત શરદી તાવ અને ઉધરસ વાળા દર્દીઓની તપાસ અને શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટિંગ પણ રોજે રોજ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...