માધવપુર ઘેડ ખાતે આવેલા નેશનલ હાઇવે ઉપર બમ્પ મુકવા લોકોની માંગ પોરબંદર સોમનાથ નેશનલ હાઇવે આવેલો છે અને મધવપુર ગામ રોડ ટચ આવેલું ગામ છે ત્યારે આ હાઇવે ઉપર ત્રણ સ્થળે ગામ માં જવાના પોઈન્ટ આવેલા છે ત્યારે આ ત્રણ પોઇન્ટ ઉપર સ્પીડ બેકર મુકવા માં આવે જેથી કોઈ અનિચ્છનીય બનાવના બને અને એક્સિડન્ટ થતા અટકે તેવું ગ્રામ જનો ઇચ્છી રહ્યા છે.
માધવપુરમાં અવાર નવાર શેઠ એન ડી આર હાઈસ્કૂલ પાસે આવેલા પોઈટ પાસે એક્સિડન્ટના બનાવ બની ગયા છે અને લોકોના જીવ પણ ગુમાવાનો વારો આવ્યો છે બીજો પોઈન્ટ મોટા વિસ્તાર પાસે આવેલા ચાર રસ્તા આવેલા છે ત્યાં પણ ટ્રાફિક હોય છે અને ત્યાં પણ એક્સિડન્ટના બનાવ બની ચુક્યા છે.
ત્રીજો પોઈન્ટ ગદા વાવ જાપ પાસે આવેલ ચાર રસ્તા આવેલા છે ત્યાંથી પ્રસિધ્ધ મધવરાયજી મંદિર તરફનો રસ્તો જઇ રહ્યો છે ત્યારે બહારગામ થી આવતા લોકો પણ અજાણ હોવાથી અકસ્માત સર્જાય છે ત્યારે ગ્રામજનો અને લોકો દ્વારા આવા પોઈન્ટ ઉપર સ્પીડ બ્રેકર મુકવામાં આવે તો એક્સિડન્ટના બનાવ બનતા અટકે અને લોકો એક્સિડન્ટના ભોગ બનતા અટકે તેવું ગ્રામ જનો ઇચ્છી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.