કેન્દ્રીય મંત્રી પોરબંદરની મુલાકાતે:લમ્પી આઈસોલેશન વોર્ડ ખાતે અસરગ્રસ્ત પશુઓની મુલાકાત લઈ આયોજીત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા પોરબંદરની મુલાકાતે આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી રૂપાલા આજે રાત્રે પોરબંદર સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચશે. ત્યાર બાદ 31 જુલાઇનાં રોજ અલગ-અલગ સ્થળો પર આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

લમ્પી આઈસોલેશન વોર્ડની મુલાકાત
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમા લમ્પી વાયરસનાં કેસો વધી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા પોરબંદરની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. જેમા મુખ્યત્વે પોરબંદર જિલ્લામાં લમ્પી વાયરસના અસર ગ્રસ્ત પશુઓની મુલાકાત લેશે. જેમા શહેરના ઉધોગનગર વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા આઇસોલેશન વોર્ડની મુલાકાત લેશે. આઇસોલેશન વોર્ડની મુલાકાત લઈ પશુઓને આપવામાં આવતી સુવિધાઓ અંગે માહિતી મેળવશે.

મન કી બાત કાર્યક્રમમાં હાજરી આપશે
​​​​​​​
સવારે 11 વાગ્યે પોરબદર શહેરના વોર્ડ નંબર 13માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં મન કી બાત કાર્યક્રમમાં હાજર રહી અને આગેવાનો અને સ્થાનિકો સાથે સાંભળશે.

ગીર ગાય સંવર્ધન અંગેની બેઠકમાં ઉપસ્થિત રહેશે
​​​​​​​
સર્કિટ હાઉસ ખાતે ગીર ગાય સંવર્ધન અંગે એક બેઠકમાં ઉપસ્થિત રહી અધિકારીઓ અને પશુપાલકોને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી ચર્ચા કરશે.

અન્ય સમાચારો પણ છે...