લમ્પી વાયરસનો કહેર:પોરબંદર જિલ્લાના પશુઓમાં લમ્પી વાઈરસનું સંક્રમણ વધ્યું, વાયરસને લઈને કોંગ્રેસના સરકાર પર ગંભીર આક્ષેપ

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર કોંગ્રેસના આગેવાનોએ લમ્પી ગ્રસ્ત પશુઓની મુલાકાત લીધી

પોરબંદરના ગૌધનમાં ગંભીર પ્રકારે લમ્પી વાયરસની બીમારી ફેલાઇ ચૂકી છે. જયારે આ વાયરસનો ફેલાવો વધવાની શરૂઆત થઇ હતી. ત્યારથી જ જીવદયાપ્રેમીઓ અને સંસ્થાઓ દ્વારા વારંવારની રજૂઆત કરવામાં આવતી હોવા છતાં બેજવાબદાર તંત્રએ કોઇ જ નક્કર કાર્યવાહી કરી નથી. તેના કારણે ગૌવંશ ભગવાન ભરોસે છે તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે.

કોંગી આગેવાનોએ અલગ-અલગ વિસ્તારોની લીધી મુલાકાત
પોરબંદર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગૌધનમાં લમ્પી નામનો ચેપી વાયરસ ફેલાયો છે. જેણે પોરબંદરના ગૌધનમાં અજગર ભરડો લીધો છે. ત્યારે હાલમાં લમ્પીનો ચેપગ્રસ્ત બનેલી ગાયો મોઢામાં ચાંદા પડી જવાને કારણે કશું જ ખાય શકતી ન હોય અશકત બની ગઇ છે,ઠેર ઠેર ગાયો બે-બે, ત્રણ-ત્રણ દિવસ સુધી એક જગ્યાએ ઉભી પણ થઇ શકતી ન હોવાની ફરિયાદો ઠેર ઠેરથી ઉઠી રહી છે. ત્યારે શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વમંત્રી અને પોરબંદર કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન રામદેવ મોઢવાડીયાએ પોરબંદરના મીલપરા, ઝુંડાળા, કડિયાપ્લોટ વિસ્તારની મુલાકાત લઇને લમ્પીનો ચેપગ્રસ્ત બનેલી ગાયોની માહિતી મેળવી હતી અને ખૂબજ દયનીય હાલતમાં પડેલી ગાયોને સત્વરે સારવાર મળે તે માટે જિલ્લા પશુપાલન અધિકારી સાથે ટેલિફોનીક વાતચીત કરીને સમગ્ર સ્થિતિથી વાકેફ કર્યા હતા.

કરૂણા હેલ્પલાઇનમાં બે-ત્રણ દિવસે આવે છે વારો
કોંગ્રેસ અગ્રણી રામદેવ મોઢવાડીયાએ લમ્પીનો ચેપગ્રસ્ત બન્યા બાદ અશકત બનેલી ગાયોની સ્થિતિ જાણવા માટે વિસ્તારના લોકોને મળ્યા. ત્યારે મોટા ભાગના લોકોની એક જ ફરિયાદ હતી કે ગાયોને સારવાર મળે અને વધુ સારવારની જરૂર છે. તેવી અશકત ગાયોને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા માટે કરૂણા હેલ્પલાઇનમાં વખતો વખત ફોન કરવા છતાં સંપર્ક જ કરી શકાતો નથી. કયારેક ફોન લાગે છે ત્યારે વારો નોંધાવ્યા પછી પણ બે-ત્રણ દિવસ સુધી પશુ એમ્બ્યુલન્સ કે પશુ ડોકટરો આવતા નથી. પશુપાલન વિભાગ પાસે ન તો પોતાનો આઇસોલેશન વોર્ડ છે કે, ન તો આઇસોલેશન વોર્ડમાં રહેલા ગૌધનના નિભાવ માટે પૂરતો ઘાસચારો છે. બધું જ સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓના ભરોસે ચાલી રહ્યું છે.

પશુપાલન વિભાગ સત્વરે આઇસોલેશન વોર્ડ શરૂ કરે
પોરબંદરમાં લમ્પી વાયરસનો શિકાર બનેલી ચેપગ્રસ્ત ગાયોને સારવાર કરવા અને એ ગાયોમાં રહેલો ચેપ બીજા ગૌધનમાં ન ફેલાય તે માટે આઇસોલેટ કરવા માટે આઇસોલેશન વોર્ડ કેમ્પ શરૂ કરવા ખૂબ જ આવશ્યક છે. પરંતુ પોરબંદરમાં પશુપાલન વિભાગે પોતાના હસ્તકનો આઇસોલેશન કેમ્પ શરૂ કરવાને બદલે સેવાભાવી સંસ્થાઓના માથે આ જવાબદારી નાખી છે.

અન્ય સમાચારો પણ છે...