ગૌવંશમાં રોગ:પોરબંદરમાં લમ્પી સ્કિન રોગ વકર્યો, 18 પશુ સંક્રમિત, 14 ગૌવંશ આઇસોલેશનમાં સારવાર હેઠળ

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢથી આવેલ ટીમે સેમ્પલ કલેક્ટ કર્યા

પોરબંદરમાં લમ્પી સ્કિન રોગ વકર્યો છે. આંકડો 18એ પહોંચ્યો છે. 2 પશુના મોત થયા છે. 14 ગૌવંશ આઇસોલેશનમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. જૂનાગઢથી આવેલ ટીમે સેમ્પલ કલેક્ટ કર્યા છે. પશુ માલિકીના 2 પશુને રોગ થયાનું સામે આવ્યું છે.પોરબંદર શહેરમાં લમ્પી સ્કિન રોગ વકરી રહ્યો છે. લમ્પી સ્કિન રોગના કુલ 18 કેસ સામે આવ્યા છે જેમાંથી 2 પશુના મોત થયા છે. જ્યારે જીઆઇડીસી ખાતે આઇસોલેશન વોર્ડમાં આ રોગ ગ્રસ્ત 14 ગૌવંશ પશુઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

આ રોગે પોરબંદરમાં પેસારો કરતા જૂનાગઢથી ADIO ટીમ આઇસોલેશન વિભાગ ખાતે પહોંચી હતી અને રોગ ગ્રસ્ત પશુઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલના પરીક્ષણ માટે અમદાવાદ લેબ ખાતે મોકલવામાં આવશે તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છેકે અત્યાર સુધીમાં રઝળતા ગૌવંશમાં આ રોગ ફેલાયો જોવા મળ્યો હતો પરંતુ હાલ ડિટેકટ થયેલ 2 પશુઓ માલિકીના પશુ છે. પશુ માલિકોને તેના પશુ વાળામાં જ આઇસોલેટ કરવા પશુપાલન વિભાગે સૂચના આપી હતી. હાલ આ રોગ વકરી રહ્યો છે ત્યારે પશુ માલિકોએ પોતાના પશુઓને બહાર છોડી ન મુકવા વધુ એક વખત અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...