લમ્પી સ્કિન રોગ:લમ્પી સ્કિન રોગને કારણે વધુ 2 પશુના મોત, મૃત્યુ આંક 6 થયો

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોગનો આંકડો 32એ પહોંચ્યો, 600થી વધુ ગૌવંશને રસી અપાઈ

પોરબંદર શહેરમાં લમ્પી સ્કિન રોગનો આંકડો 32એ પહોંચી ગયો છે. વધુ 2 ગૌવંશના આ રોગને કારણે મૃત્યુ થયા છે. લમ્પી સ્કિન રોગથી કુલ મૃત્યુ આંક 6એ પહોંચ્યો છે. જેમાં 4 આખલા અને 2 ગાયનો સમાવેશ થાય છે. હાલ જીઆઇડીસી ખાતે આવેલ આઇસોલેશન વિભાગમાં 24 ગૌવંશ સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કુલ 600થી વધુ ગૌવંશને વેકશીન આપવામાં આવેલ છે. ઉદય કારાવદરા ટ્રસ્ટ દ્વારા 4000 વેકશીનના ડોઝની વ્યવસ્થા તથા સાંદિપની હરિમંદિરના એક દાતા દ્વારા 1000 ડોઝ વેકશીનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ટ્રસ્ટની ટીમ તથા પશુપાલન વિભાગ ટીમ દ્વારા રાત્રી સમયે રઝળતા ગૌવંશને વેકશીન આપવા માટેની કામગીરી કરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય પંથકના સરપંચોને અપીલ કરી છેકે, તેઓ પોતાના ગામમાં આવેલ ગૌવંશને ગૌશાળા ખાતે અથવા કોઈ સ્થળે એકઠી કરી 5 જેટલા વ્યક્તિઓની વ્યવસ્થા કરે તો પશુપાલન વિભાગની ટીમ તથા ટ્રસ્ટની ટીમ ગૌવંશને વેકશીન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...