તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી:સમુદ્રમાં લો પ્રેશર, જિલ્લામાં 1થી 2 ઇંચ વરસાદ

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અષાઢી બીજે ભારે મેઘાડંબર વચ્ચે મેઘસવારી આવી પહોંચી

અરબી સમુદ્રમાં ઉત્તર પૂર્વી દીશામાં લો પ્રેશર સર્જાતા પોરબંદર સહીત સમગ્ર ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની શકયતાને જોતા પોરબંદરના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

આગામી 3 દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદરના બંદર પર ચેતવણી દર્શાવતું 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જેના પગલે આગામી 3 દિવસમાં પોરબંદર જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસે તેવું વરતાઇ રહ્યું છે. જો કે હાલ પોરબંદર જિલ્લામાં મેઘાડંબર તો આખો દિવસ રચાયેલો જોવા મળ્યો હતો પરંતુ જેટલુ ગાજયા તેટલું વરસ્યા નહી તે કહેવતની જેમ અષાઢી બીજના દિવસે પણ પોરબંદરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા નથી.

છેલ્લા 26 કલાકના આંકડા જોવા જઇએ તો ગઇકાલ રવિવારના સાંજના 6 વાગ્યા થી આજે સોમવારના સાંજે 8 વાગ્યા સુધીમાં પોરબંદર જિલ્લામાં 25 થી 61મીમી વરસાદ નોંધાયો છે. જેમાં પોરબંદરમાં 25 મીમી, રાણાવાવમાં 30 મીમી અને કુતિયાણામાં 61 મીમી વરસાદ નોંધાયો છે. તે સિવાય જીલ્લાના બરડા અને ઘેડ વિસ્તારના ગામડાઓમાં પણ ભારે મેઘાડંબર વચ્ચે ઝાપટાઓ પડયા હોવાનું જાણવા મળેલ છે. જો કે સમગ્ર જિલ્લામાં રચાયેલા મેઘાડંબર અને આગાહી જોતા પોરબંદર જિલ્લામાં આજે રાત્રીના અગર તો વહેલી સવારે સારો વરસાદ વરસે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે.

વાવણી લાયક વરસાદ થયા બાદ વરસાદ વરસ્યો નથી
પોરબંદર જિલ્લામાં ગત જૂન મહિનામાં વાવણીલાયક વરસાદ વરસી જતા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરોમાં મગફળી અને કપાસનું વાવેતર કરી દીધું છે. પરંતુ વાવેતર કરાયાના લાંબા સમય સુધી જિલ્લામાં બીજો વરસાદ ખેંચાયો હોય ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. છેલ્લા ત્રણ ચોમાસામાં પોરબંદર જિલ્લામાં સરેરાશ વરસાદ સારો હોવાને લીધે જિલ્લાના જળસ્ત્રોતમાં પાણી હોવાથી ખેડૂતો પાકને ઉપરથી પાણી આપી રહ્યા છે. પરંતુ હવે જો વરસાદ વરસી જાય તો યોગ્ય સમયે ખેડૂતોને મોટી રાહત મળે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...