તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભગવાન શ્રીરામચંદ્રજીનું ભારતની ધરાધામ પર અવતરણ અનેકોના ઉદ્ધાર માટે થયું હતું. માટે જ આપણે કહેવું જોઈએ કે ભગવાન રામે રાવણને માર્યો નથી, પરંતુ તાર્યો છે. એ જ રીતે માત્ર મારીને તારવાની જ વાત નહીં, પરંતુ સત્પાત્રોની સારી વાતો પણ જગત સમક્ષ ઉજાગર કરવાનું કરવાનું કાર્ય ભગવાન શ્રીરામચંદ્રજીએ કર્યું છે, જેમ કે ભરતના ગુપ્તપ્રેમને ઉજાગર કર્યો છે, એમ સંત રમેશભાઈ ઓઝાએ રામકથાનાં ચોથા દિવસ, મંગળવારે પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતેથી જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૫મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૧, તા. ૧૩/૦૨/૨૦૨૧ થી ૨૧/૦૨/૨૦૨૧ દરમ્યાન ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે યોજાઇ રહ્યો છે. ભાઈશ્રીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ કહે છે કે આપ્તવાક્ય પ્રમાણમ્ – અર્થાત્ જેમ સંતાનો માટે માતા-પિતાની આજ્ઞા સર્વોપરી હોય છે, તેમ શિષ્યો માટે ગુરુની આજ્ઞાનું મહત્ત્વ પણ એટલું જ હોય છે. એટલે કે ગુરુની આજ્ઞા થાય પછી તેમાં શિષ્ય તર્ક કે દલીલ કરતો નથી. ગુરુએ સોંપેલું કાર્ય કરવાનું હોય છે. જેમ કલાકારોએ પણ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર કહે એ જ રીતે પોતાનો ભાગ ભજવવાનો હોય છે.
ગોવર્ધન પૂજા અને અન્નકૂટ દર્શન, પુસ્તક વિમોચન
હરિ મંદિરના ૧૫માં પાટોત્સવમાં વસંતપંચમીના પવન દિવસે શ્રીહરિ મંદિરની બગીચીમાં ભાઇશ્રી દ્વારા ગોવર્ધન ગિરિરાજ શ્રીનાથજીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવી હતી. તે ઉપરાંત શ્રીહરિ મંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિત સર્વે વિગ્રહોને અન્નકૂટનો ભોગ લગાવવામાં આવ્યો હતો. સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત 3 પુસ્તકોનું ભાઇશ્રીના હસ્તે વિમોચન થયું હતું.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.