તપાસ:ઊનાના દરિયાની બોટમાંથી માછલીની લૂંટ, જાળને નુકસાન

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 નોટીકલ માઇલ દૂર બનાવ બન્યો, પોલીસ તપાસ

પોરબંદર જીલ્લાના નવી બંદર મરીન પોલીસ સ્ટેશનથી 50 નોટીકલ માઇલ દૂર મોહનભાઇ ગોવિંદભાઇ શિયાળ પોતાની બોટમાં સાહેદો સાથે હરીભાઇ બાબુભાઇ બાંભણીયા, રામજીભાઇ બચુભાઇ સોલંકી, હસમુખભાઇ ગોવિંદભાઇ શિયાળ તથા અન્ય સાહેદો દરિયામાં માછીમારી કરી રહ્યા હતા ત્યારે 8 થી 10 બોટો જેમાંથી એક બોટમાં સમુદ્રી-2 લખેલ હતું અને બીજી બોટમાં IND-MH-07-MM-1212 લખેલ હતું.

તથા અન્ય બોટોના ખલાસીઓમાંથી 10 થી 12 જેટલા લોકો લોખંડના પાઇપો તથા લાકડીઓ લઇને આવી ચડયા હતા અને મોહનભાઇ તથા સાહેદોને આડેધડ મારમારી મુંઢ ઇજાઓ કરીને કહેલ કે તમારે જેટલાને બોલાવવા હોય તેને બોલાવી લો એમ કહીને ધમકાવીને બોટમાં 50 જેટલી પડેલી મચ્છી પકડવાની જાળોને નુકસાન કરીને 1 રીક્ષા જેટલી મચ્છીનો જથ્થો લૂંટ કરી ગયા હતા. ઉપરાંત મોહનભાઇની બોટને આગળના ભાગે નુકસાન કરીને નાસી ગયા હતા. આ અંગે નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના PSI એ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...