લોક દરબારનું આયોજન:પોરબંદરના કિર્તી મંદિર વિસ્તારમાં ચાર સ્થળો પર લોક દરબાર યોજાશે; જેમાં લોકોના પ્રશ્નો સાંભળી તેનો નિકાલ કરાશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝન સહિત આ વિસ્તારના તમામ જનતાની ફરિયાદના નિવારણ અર્થે લોક દરબાર યોજાશે. તેમજ વ્યાજ ખોરીનો ભોગ બનનાર લોકોને પોલીસ તરફથી સહકાર મળી રહે, કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો, વેપારીઓ, પ્રજાજનો લોક દરબારમાં આવી પોતાની રજૂઆત ફરિયાદ કરી શકે, તેઓની ફરિયાદનું સ્થળ પર જ નિકાલ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી. પરમાર તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા પ્રયત્ન કરાશે.

લોકોની રજૂઆતોના નિરાકરણ માટે લોક દરબાર
જે મુજબ તા.10 જાન્યુઆરીના રોજ મેમણવાડા, ઠક્કર પ્લોટ, તકીયા વિસ્તારમાં લોક દરબાર યોજાશે. તા.15 જાન્યુઆરીના રોજ નગીનદાસ મોદી પ્લોટમાં આવેલા પાર્ટી પ્લોટમાં તથા વિરડી પ્લોટ વિસ્તારના લોકો માટે લોક દરબાર યોજાશે. તા.20 જાન્યુઆરીના રોજ બંદર ચોકી સામે સ્વસ્તિક હોલ ખાતે વાણીયાવાડ, નાગરવાડા ગાયવાડી તથા વૈકુરડી પ્લોટ વિસ્તારના લોકો માટે લોક દરબાર યોજાશે. તા.22 જાન્યુઆરીના રોજ ખારવા સમાજ પંચાયત મઢી ખાતે ખારવા વાડ વિસ્તારમા રહેતા લોકોની રજૂઆતોના નિરાકરણ માટે લોક દરબાર યોજાશે.

અન્ય સમાચારો પણ છે...