માર્ગદર્શન:રાણાવાવ ખાતે વ્યાજખોરી ડામવા લોક દરબાર યોજાયો

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજખોરો વિરૂધ સખત પગલા ભરી નાગરિકોમાં જાગૃતી આવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું

ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગેરકાયદેસર મનીલોન્ડરીંગ એકટીવિટીના કારણે ભોગ બનનારાઓના આત્મહત્યા કરવાના કિસ્સાઓ બનતા અટકાવવા તા. 5 થી તા. 31 જાન્યુઆરી 2023 સુધી ઇનલીગલ મની લોન્ડરીંગ એકટીવિટી વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવેલ છે.

જે અંતર્ગત પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ડ્રાઇવ સફળ રહે તેમજ ભોગબનનાર વ્યાજખોરોના ચુંગાલમાંથી બચે અને ભયમુકત થઇ ફરીયાદ-અરજીઓ આપી શકે અને તેઓને યોગ્ય ન્યાય મળી રહે તે હેતુથી પોરબંદર ગ્રામ્ય ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોરબંદર જીલ્લાના દરેક અધિકારીઓએ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના ભોગબનતા મજુરવર્ગ, નાનાવેપારીઓ, નાનાખેડુતો, લારીગલ્લા વાળાઓ તેમજ નાના વર્ગના લોકો સુધી આ ડ્રાઇવનુ આયોજન પહોચે અને લોકોમાં જાગૃતતા લાવવા માટે કામગીરી કરવા જણાવેલ જે અંતર્ગત રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના રાણાવાવ શહેરમાં મહેરસમાજ ખાતે નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના અધ્યક્ષ સ્થાને લોકદરબાર યોજી વ્યાજખોરોના ત્રાસ, સીનીયર સીટીઝન તેમજ બાળકોને લગતાં પ્રશ્નો અંગે તેમજ વ્યાજખોરો વિરૂધ્ધ સખત પગલા ભરી કડક કામગીરી કરવા તેમજ તેમના અધિકારોના રક્ષણ માટે જાગૃતી આવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

એકપણ અરજી આવી નહિ
રાણાવાવ ખાતે લોકદરબાર યોજાયો હતો જેમાં ટ્રાફિક સહિતના પ્રશ્નો ઉઠ્યા હતા પરંતુ વ્યાજ ખોરો અંગે એકપણ ફરિયાદ કે અરજી આવી ન હતી. પોલીસે જણાવ્યું હતુંકે, વ્યાજખોરોના ત્રાસ અંગે ખાનગીમાં પણ પોલીસ મથકે અરજી આપી શકાશે.

અન્ય સમાચારો પણ છે...