રેસ્ક્યુ:રાણાવાવ વાડી વિસ્તારમાં રાત્રે મગર આવી પહોંચતા સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારે વન વિભાગની ટીમને જાણ કરાતા મગરને પ્રકૃતિના ખોળે છોડાયો

પોરબંદર જિલ્લાના રાણાવાવ નગરપાલિકાનાં પાણીના ટાંકાની બાજુમાં વાડી ધરાવતા લખમણભાઇ પરબતભાઇ ઓડેદરાની વાડીએ વિશાળ કાય મગર ઘુસી આવ્યો હતો. તેમના પાલતુ કૂતરાઓ મગરને જોઈ ભસવા લાગ્યા હતા, ખેડૂતોએ આજુબાજુમાં લાઈટ વડે જોતા બેટરીના પ્રકાશમાં આશરે ૮ ફૂટ લાંબો મગર નજરે ચડ્યો હતો. મગરને નિહાળી વાડી વિસ્તારમાં વસવાટ કરતા લોકો ભયભીત બન્યા હતા. અંતે ભય લાગતાં હિંમત હાર્યા વગર નાનાં મોટા દોરડાનો ગાળિયો બનાવી મહામહેનતે દોરડા વડે બાજુમાં આવેલા મોટા વડના જાડ સાથે મગરને રાત્રીના સમયે બાંધી દેવામાં આવ્યો હતો.

વાડી વિસ્તારમાં આવેલ મગરનું મહા મહેનતે રેસ્ક્યુ કર્યા બાદ સવારે ફોરેસ્ટ ઓફિસરને જાણ કરવામાં આવતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. સ્થળ પરથી સવારે તેમના વાનમાં લઇને ફરીથી બરડા ડુંગરમાં સલામત જગ્યાએ મગરને છોડી દેવામાં આવ્યો હતો.

આ અંગે મગર ચેક ગામના પાદરમાં કેવીરીતે આવ્યો તે બાબત તપાસ હાથ ધરતા પ્રતાપભાઈ ખિસ્તરીયાએ સમગ્ર ઘટના અંગેની જાણ વન વિભાગને કરી હતી. અને તેઓએ વન વિભાગની ટીમને હકીકત જણાવી હતી, કે એક વિશાળ તળાવ નજીકમાં આવેલ છે. અને આ તળાવમાં મગર આવી ચડે છે, ત્યારે હાલ તળાવ ભરાયું હોવાથી મગર આસપાસના વિસ્તારમાં આવી પહોંચે છે.

અન્ય સમાચારો પણ છે...