રોડ વચ્ચે વિજપોલ !:અકસ્માત સર્જાય તે પહેલા યોગ્ય કરવા પોરબંદરના શિક્ષક કોલોનીના સ્થાનિકોની માંગ

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના શિક્ષક કોલોની નજીક રોડ વચ્ચે વિજપોલ અકસ્માત સર્જી શકે છે આથી તંત્ર દ્વારા રોડ સાઈડ વિજપોલ મુકવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. પોરબંદરના શિક્ષક કોલોની નજીકના મુખ્ય રોડ પર વચ્ચે વિજપોલ આવેલ છે. આ રોડ પરથી અનેક લોકો અને વાહનચાલકો પસાર થાય છે.

આ રહેણાંક વિસ્તાર છે તેમજ મંદિર આવેલ હોય જેથી અનેક વાહન ચાલકો આ રસ્તાનો ઉપીયોગ કરે છે. રસ્તા પર વિજપોલ નજરે ચડે છે. જે અકસ્માત સર્જી શકે છે. રાત્રીના સમયે આ વિજપોલ નજરે ન ચડે તો વાહન વિજપોલ સાથે અથડાવાની ભીતિ રહે છે જેથી તંત્ર દ્વારા વિજપોલને સાઈડમાં મુકવામાં આવે તે જરૂરી બન્યું છે.

સ્થાનિકોએ જણાવ્યું હતુંકે અનેક વાહનો અહીંથી પસાર થાય છે અને નજીક આવતા વિજપોલ દેખાતા તુરંત બ્રેક મારે છે. વાહન સ્લીપ થાય છે. રોડ પર વિજપોલ હોવો જોઈએ નહીં જેથી આ વિજપોલ સાઈડ પર ઉતારી લેવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...