પોરબંદર જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સીચ્યુએશનના બાળકો કે જે બાળ સ્વરાજ પોર્ટલ પર નોંધાયેલ ૦ થી 18 વર્ષના બાળકોના તંદુરસ્ત સ્વાથ્ય માટે અર્બન હેલ્થ સેન્ટર બોખીરાના સહયોગથી બાળકો તથા વાલીના આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અર્બન હેલ્થ સેન્ટરના ડો.અશોકભાઇ પુરોહિત, અર્બન હેલ્થ સેન્ટરની ટીમ દ્વારા બાળકો તથા વાલીના આયુષ્યમાન કાર્ડની સેવાઓ સ્થળ પર આપવામાં આવી હતી. વધુમાં આવા બાળકોને સારા સ્વાથ્યની સેવાઓ મળી રહે તે અંગે સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની બાળકો તથા તેમના વાલીઓને વિગતવાર માહિતી પુરી પાડવમાં આવી હતી.
૦ થી 18 વર્ષના બાળકોને અને વાલીઓ તેમજ અર્બન હેલ્થ સેન્ટરની ટીમ, તેમજ બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ દ્વારા આયુષ્યમાન કાર્ડના કેમ્પને સફળ બનાવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.