આચારસંહિતા:ફરિયાદીઓના લાઈવ લોકેશનનું ટ્રેકિંગ થાય છે

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કંટ્રોલ રૂમની મુલાકાતે

અવસર લોકશાહીનો ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજાઈ તે માટે ચૂંટણી પંચની ગાઇડલાઈન મુજબ પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અશોક શર્મા ટીમ પોરબંદરને સતત માર્ગદર્શન આપી રહ્યા છે.

ત્યારે આજે કલેકટરે CVIGIL કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. તથા આચારસંહિતા ભંગની આવેલી ફરિયાદો, તેના નિકાલ તથા કંટ્રોલરૂમ કઈ રીતે લોકોના ફરિયાદોની નિકાલ કરે છે તેનું નિરીક્ષણ કર્યું હતું. CVIGIL નોડલ એમ.એસ.ભટ્ટએ પોરબંદર જિલ્લામાં આચારસંહિતાની આવેલી ફરિયાદો તથા તેના નિકાલ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત જિલ્લામાં 83 પોરબંદર તથા 84 કુતિયાણા માટે તારીખ 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જ્યારે આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે તથા આચારસંહિતાની ફરિયાદ નાગરિકો એપ્લિકેશન મારફત લાઈવ લોકેશન મોકલીને કરી શકે જેનો નિકાલ 100 મિનિટની અંદર કરવાનો થાય છે.

CVIGIL એપ્લિકેશનમા નાગરિકો લાઇવ લોકેશનના ફોટોગ્રાફ, વિડીયો, ઓડિયો અપલોડ કરવાની સુવિધા છે. ફરિયાદ કરનાર પોતાની માહિતી જણાવી શકે છે અથવા ગુપ્ત રાખી પણ શકે છે. ફરિયાદનો ઉકેલ માત્ર 100 મિનિટમાં આવી જાય છે જેનો જવાબ પણ ફરિયાદ કરનારને મોબાઇલ એપમાં આવી જાય છે તેમ નોડલ અધિકારીએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...