તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, પોરબંદર જિલ્લા પંચાયતની 18, તાલુકાની 22 ઉમેદવારની પસંદગી

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાણાવાવ કુતિયાણાની 16-16 બેઠક માટેના ઉમેદવારની પસંદગી
 • કુલ 7 ઉમેદવારો રિપીટ થયા, નગરપાલિકાના વોર્ડ નં. 10ની આખી પેનલ રિપીટ થઈ

પોરબંદરમાં પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. પાલિકાના 13 વોર્ડ માંથી કેટલાક ઉમેદવાર રિપીટ થયા છે. જ્યારે વોર્ડ નં. 10 ની આખી પેનલ રિપીટ થઈ છે. પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 28 તારીખે યોજાશે અને ઉમેદવારોના ફોર્મ ભરવાના શરૂ થયા છે ત્યારે ભાજપ દ્વારા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે.

જેમાં પાલિકા ના 13 વોર્ડ માંથી 12 વોર્ડના બેઠકમા ઉમેદવારની યાદી, જિલ્લા પંચાયતની 18 બેઠક પરના ઉમેદવાર અને પોરબંદર તાલુકાની 22 તેમજ રાણાવાવ કુતિયાણા ની 16-16 બેઠક માટે ના ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે. પોરબંદર છાયા પાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની યાદી બહાર પડી છે જેમાં આખી પેનલના રિપીટ થયા હોય તેવો માત્ર વોર્ડ નં. 10 છે. જેમાં મોહન મોઢવાડીયા, તેજશ ભટ્ટ, સરોજબેન કક્કડ અને ગીતાબેન કાણકીયાને રિપીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક સભ્યો ફરીથી રિપીટ થયા છે જેમાં ડો. ચેતનાબેન તિવારી, સોનલબેન મૈયારીયા, ભીમાભાઈ કેશવભાઈ ઓડેદરા, કેશુ સવદાસ બોખીરિયાને રિપીટ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો