માંગ:ઇન્દિરાનગર વિસ્તાર સુધી સિંહની લટાર, સિંહ માટે યોગ્ય વ્યવસ્થા કરો

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓડદર ખાતેની ગૌશાળા શહેરમાં શિફ્ટ કરો, એનિમલ ટ્રસ્ટ દ્વારા માંગ

પોરબંદરના પાદર સુધી સિંહના આંટાફેરા થયા છે ત્યારે પાલિકા સંચાલિત ઓડદર ખાતેની ગૌશાળા માં પશુઓ ની સલામતીને ધ્યાને રાખી ગૌશાળા શહેરમાં લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રતનપર સીમ વિસ્તારમાં સિંહે મુકામ કર્યો છે. આ વિસ્તારમાં સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. સિંહે ઇન્દિરાનગર સુધી આંટાફેરા શરૂ કર્યા છે વન વિભાગ દ્વારા સિંહ માટે પૂરતી વ્યવસ્થા કરી, સિંહનું રેડિયો કોલર દ્વારા લોકેશન ટ્રેસ કરી સિંહને વાડી વિસ્તાર અને રહેણાંક વિસ્તાર સુધી અટકાવવા કામગીરી કરવી જોઈએ તેમજ સિંહ માટે પોરબંદર જંગલ વિસ્તારમાં વસવાટ માટે વ્યવસ્થા કરવી જોઈએ. મહત્વની વાત એ છેકે, જાણવા મળતી વિગત મુજબ પાલિકા સંચાલિત ઓડદર સ્થિત ગૌશાળા સુધી દીપડા પહોંચી ગયા હતા.

ઓડદર ગૌશાળા ખાતે હાલ પણ અનેક ગૌધન રહે છે. સિંહ અને દીપડા આ વિસ્તારમાં આવી અને ગૌશાળા ખાતે રહેતા પશુના વધુ મારણ કરે તે પહેલા તંત્ર દ્વારા ઓડદર સ્થિર ગૌશાળાને શહેરમાં શિફ્ટ કરવામાં આવે તો શહેરમાં ગૌશાળા ખાતે ગૌધન માટે પૂરતી સુવિધા અને ગૌધન ને સલામતી મળી શકે તેમ છે. વન્ય પ્રાણીઓનો ડર રહેશે નહિ. શહેરમાં પાલિકા સંચાલિત ગૌશાળા શિફ્ટ કરવામાં આવે તો અન્ય દાતાઓ અહી ઘાસચારા સહિતની સુવિધા આપી શકે તેમ છે.

જેથી ઓડદર સ્થિર ગૌશાળાને પૂરતી સુવિધા સાથે પોરબંદરમાં ગૌશાળા બનાવવામાં આવે તેમજ સિંહને પોરબંદરના રતનપર વિસ્તારના જંગલમાં વ્યવસ્થા કરી, સિંહનું લોકેશન ટ્રેસ કરી વાડી વિસ્તારમાં આવતા અટકાવવાની કામગીરી કરવામાં આવે તેવી ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના ડો. નેહલબેન કારાવદરાએ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...