આખલાથી ડરી સિંહ ઊભી પૂંછડીએ ભાગ્યો:પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમા સિંહના આંટાફેરા વધ્યા; સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા

પોરબંદરએક મહિનો પહેલા

પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહે ધામા નાખ્યાં છે. ત્યારે ગત રોજ પોરબંદર જિલ્લાના રતનપર ગામમાં સિંહ ફરતો જોવા મળ્યો હતો. ગામમાં સિંહ આંટાફેરા મારતો હોય તેવા સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમા આખલો અને સિંહ સામ સામે આવી ચઢ્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ગામની બજારમાં સિંહ સામે આખલો આવી જતાં સિંહ ભાગી છુટ્યો હતો.

યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ
બે દિવસ પૂર્વે જ ગામ નજીક આવેલા પોરબંદર છાંયા નગરપાલિકા સંચાલિત ગૌ શાળામાં સિંહે 6 જેટલા પશુઓ પર હુમલો કરી શિકાર કર્યો હતો. જ્યારે કેટલાક પશુઓ પર હુમલો કરીને ઘાયલ કર્યા હતા. બનાવને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા સ્થાનિકોમાં ભારે ડર જોવા મળી રહ્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માગ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...