તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:દાળ, કઠોળના સંગ્રહ માટે મર્યાદા નક્કી કરાઈ, સરકારી પોર્ટલ પર જથ્થો અપડેટ કરવાનો રેહશે

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધતા ભાવોને નિયંત્રિત કરવા સરકારે નિર્ણય લીધો, લીમીટ કરતા વધારે જથ્થો મળી આવશે તો કાર્યવાહી કરાશે

જિલ્લા પુરવઠા અધિકારી,પોરબંદર વિવેક ટાંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દેશમાં વધી રહેલ દાળ, કઠોળના ભાવો નિયંત્રિત કરવા માટે કેંદ્ર સરકારે 2 જુલાઈ 2021ના જાહેરનામાથી દાળ, કઠોળના સંગ્રહ માટે મર્યાદા નક્કી કરી છે. જથ્થાબંધ વેપારીઓ માટે 200 મે.ટન, રિટેલરો માટે 5 મે.ટન, મિલર માટે છેલ્લા 3 મહિનાના ઉત્પાદન અથવા વાર્ષિક ક્ષમતાના 25 ટકા પૈકી જે વધુ હોય તે, ઈમ્પોર્ટર માટે 15/5/21 પહેલા આયાત કરેલ સ્ટોક માટે જથ્થાબંધ વેપારી જેટલી અને તા. 15/5/21 પછી આયાત કરેલ સ્ટોક માટે જથ્થાબંધ વેપારી જેટલી કસ્ટમ ક્લિયરન્સના 45 દિવસ પછી લાગુ પડશે.

આથી પોરબંદર જિલ્લાના તમામ દાળ, કઠોળના હોલસેલર, રીટેલર, મિલર, ઈમ્પોર્ટરને ભારત સરકારની વેબસાઈટ https://fcainfoweb.nic.in/psp ઉપર રજીસ્ટ્રેશન કરવા તેમજ આ પોર્ટલ પર રોજબરોજ જથ્થો અપડેટ કરવા જણાવવામાં આવે છે. જાહેરનામાના 30 દિવસ બાદ જે કોઈ હોલસેલર, રીટેલર, મિલર,ઈમ્પોર્ટર દ્વારા ઓનલાઈન વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ સ્ટોક લીમીટ કરતા વધારે દાળ,કઠોળનો જથ્થો જોવા મળશે તેના પર પુરવઠા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જેથી દાળ, કઠોળના સબંધકર્તાને નિયત મર્યાદા કરતા વધુ જથ્થાનો સંગ્રહ નહિ કરવા, ખરીદ-વેચાણ અંગેના રજીસ્ટર,બીલો વગેરે સાધનિક કાગળો નિભાવવા તથા રોજબરોજ ભારત સરકારના ઓનલાઈન પોર્ટલ પર જથ્થો અપડેટ કરવા જણાવવામાં આવે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમજ સ્ટોક એન્ટ્રી બાબતે કોઈ સમસ્યા હોય તો તાલુકાની મામલતદાર કચેરીની પુરવઠા શાખાનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...