વરસાદે વિરામ લીધો:પોરબંદરમાં હળવા છાંટણા, કુતિયાણામાં 1 મીમી વરસાદ, લઘુતમ તાપમાન 1.8 ડિગ્રી ઉચકાયું

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં 6 મીમી, જ્યારે કુતિયાણામા ૩ મીમી અને રાણાવાવમાં 6 મીમી વરસાદ નોંધાયો છે. તો મહતમ તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. જિલ્લામાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકા પંથકમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. જ્યારે કે મંગળવારે પણ વરસાદે વિરામ લીધો હોય, ત્યારે પોરબંદરમાં દિવસ દરમ્યાન હળવા છાંટણા પડયા હતા, વરસાદે હાલ પૂરતો વિરામ લેતા પોરબંદરમાં વરાપ નીકળ્યો હતો. સાંજે વરસાદી વાતાવરણ થયું હતું. વરસાદી વાતાવરણમાં થોડો ઉકળાટ ઓછો થયો હતો.

જ્યારે રાણાવાવમાં પણ આ જ સ્થિતિ જોવા મળી હતી અને કુતિયાણા પંથકમાં પણ આ જ સ્થિતી હતી. પોરબંદરમાં ગઇકાલની સરખામણીએ મહત્તમ તાપમાન થોડું ઓછું નોંધાયુ હતુ. ગઇકાલે મહતમ તાપમાન 31.6 ડીગ્રી અને લઘુતમ તાપમાન 27.4 ડીગ્રી નોંધાયું હતું જેની સરખામણીએ મંગળવારે મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.2 ડિગ્રી નોંધાયું હતુ.

મોસમનો કુલ વરસાદ
પોરબંદરમાં આ મોસમમાં અત્યાર સુધીમાં 318 એમએમ એટલેકે, 12.50 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે રાણાવાવ પંથકમાં 528 એમએમ એટલેકે, 21.0 ઇંચ અને કુતિયાણા પંથકમાં કુલ 496 એમએમ એટલે કે, 19.80 ઇંચ વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...