દર્દીની હાલત કફોડી:પોરબંદર સરકારી હોસ્પિટલમાં લીફટ બંધ

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીફટનું સમારકામ કરી સત્વરે ચાલુ કરવા લોકોમાંથી માંગ ઉઠી

પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં લીફટ બંધ પડેલ હોવાથી ત્યાં આવતા બિમાર દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદર શહેરની ભાવસિંહજી હોસ્પિટલમાં દૂર દૂર થી દર્દીઓ ઇલાજ માટે આવતા હોય છે. પરંતુ હોસ્પિટલના તંત્રની બેદરકારીને કારણે લીફટ બંધ પડી જતા ત્યાં આવતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હોસ્પિટલમાં અવાર નવાર લીફટ બંધ થતી હોવાથી જવાબદાર તંત્ર દ્વારા તેને રીપેરીંગની તસ્દી લેતું ન હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ગંભીર પ્રકારની બીમારીવાળા દર્દીઓ અને અકસ્માતે ઇજાગ્રસ્ત દર્દીઓને ઉપરના માળે ચડાવવા ભારે મુશ્કેલી પડી રહી છે. વળી મોટાભાગના દર્દીઓ સાથે એક જ વ્યક્તિ સાથે હોવાથી આવા દર્દીઓને ઉપરના માળે એડમીટ કરવામાં આવે ત્યારે ઉપાડીને લઇ જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. હોસ્પિટલમાં ઉપરના માળે આઇસીયુ હોવાથી ઇમરજન્સી સમયે લીફટ બંધ હોવાથી દર્દીઓને 5-6 લોકો ઉપાડીને દાખલ કરવાની ફરજ પડી રહી છે જેને કારણે દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાઇ જાય છે. જેથી સત્વરે જવાબદાર તંત્ર આ લીફટનું સમારકામ કરાવીને સત્વરે ચાલુ કરે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...