તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:રસીથી દુર ભાગીને નહીં રસી લઇને સુરક્ષિત બનીએ : ભીમાભાઇ ખૂંટી

ભાવપરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમના કપ્તાને પોરબંદરમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમના કપ્તાન અને પોરબંદરના વ્હીલચેર ક્રિકેટ ટીમના ખેલાડીએ પોરબંદરમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમજ વેકસીન અંગે ખોટો ભય કાઢી ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન ભીમાભાઈ ખુંટીએ આજે કોરોના પ્રતિરોધક વેકસીનનો પરહમ ડોઝ લીધો હતો, આ તકે તેમણે જણાવ્યું હતું કે, કોરોનાથી બચવાનો માત્ર ને માત્ર એક જ ઉપાય છે, અને તે ઉપાય વેક્સિન છે. તો મારી અપીલ છે કે 18 વર્ષ થી ઉપરના તમામ લોકોએ વેક્સિન અવશ્ય લગાવવી. તેમહ તેમણે કહ્યું હતું કે, મને જાણવા મળ્યું છે કે હજી પણ ગામડાના ઘણા બધા લોકો વેક્સિનથી દૂર ભાગે છે, જે ખોટું છે.

વેક્સિન અવશ્ય લગાવવી જેથી કરીને આપણે અને આપણા પરિવાર તથા આપણા સમાજ ને સુરક્ષિત રાખી શકીએ અને હું અહી એક ઉદાહરણ જરૂર આપવા માંગીશ જો અમારા સમયમાં પોલિયોની વેક્સિનનો વ્યાપ વધુ હોત તો ઘણ બધા લોકો અપંગતાથી બચી શક્યા હોત, જ્યારથી પોલિયોની રસીનો વ્યાપ વધ્યો છે, ત્યારથી પોલિયોના જીરો કેસ થઈ ગયા છે. માટે રસી થી દુર ભાગીને નઈ રસી લઇ ને સુરક્ષિત બનીએયા

અન્ય સમાચારો પણ છે...