શ્રદ્ધાજંલિ:ગુજરાતને સ્વચ્છ રાખીએ એ જ બાપુને સાચી શ્રદ્ધાજંલિ : CM

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા, પાલિકા કચેરી, ચિલ્ડ્રન હોમનું લોકાર્પણ કર્યું, રિવરફ્રન્ટ ખાતે રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત સ્વાગત

152મી ગાંધી જન્મજયંતી નિમિતે મુખ્યમંત્રી પોરબંદર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને કીર્તિમંદિર ખાતે ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. બાદ પાલિકા કચેરી, ચિલ્ડ્રન હોમનું લોકાર્પણ કર્યું હતું. રિવરફ્રન્ટ ખાતે રાજપૂત સમાજ દ્વારા સીએમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે બાપુની જન્મ જયંતીએ સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગાંધી વંદના કરતા સીએમએ જણાવ્યું હતું કે ગાંધીના સ્વરછતાના મંત્રને આત્મસાત કરી ગુજરાતને સંપૂર્ણ સ્વરછ રાખીએ એજ બાપુને સાચી શ્રદ્ધાંજલિ છે. અમૃત મિશન 2.0 અને સ્વચ્છ ભારત મિશન-2 નો શુભારંભ થયો છે. વધુમાં જણાવ્યું હતું કે, પ્રવાસીઓને કીર્તિ મંદિર વિશેની માહિતી ઓનલાઇન મળી રહે તે માટે કીર્તિ મંદિરની વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી છે.

આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સભામાં ભાગવતાચાર્ય ભાઈ રમેશભાઈ ઓઝા, સાંસદ રામભાઈ મોકરીયા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, કલેકટર અશોક શર્મા, રેન્જ આઇજી સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર ખાતે રૂા. 3.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પોરબંદર- છાંયા સંયુકત પાલિકાના ભવનનું લોકર્પણ કરી પંડિત દિનદયાલ ઉપાધ્યાય ભવનને જનસેવા માટે ખુલ્લુ મુકયુ હતું. આ તકે મુખ્યમંત્રીએ તકતી અનાવરણ પણ કર્યુ હતું.

બાદ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય સમાજ સુરક્ષા ખાતુ સંચાલિત 4.26 કરોડના ખર્ચે તૈયાર થયેલ ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝના બિલ્ડિંગનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કરીને ભવનમાં ઉપલબ્ધ સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. બાદ મુખ્યમંત્રી અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા જ્યાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સહિતના આગેવાનોએ પરંપરાગત રીતે સાફો પહેરાવી પુષ્પ વડે સ્વાગત કર્યું હતું.

જર્જરિત એસટી બસ સ્ટેશન હોર્ડિંગ્સ વડે ઢાંકી દીધું
નવનિર્મિત પાલિકા કચેરી સામે જર્જરિત સીટી બસ સ્ટેન્ડ આવેલું છે. આ સીટી બસ સ્ટેશનની અવદશા જોઈ મુખ્યમંત્રી સ્તબ્ધ ન થાય તે માટે મુખ્યમંત્રીના આગમન પહેલા જર્જરિત બસ સ્ટેશન ફરતું પાલિકા પ્રમુખનું મુખ્યમંત્રીના સ્વાગત વાળું બેનર અને હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યું હતું.

પોલીસ અને ભાજપના કાર્યકર વચ્ચે બોલાચાલી થઈ
પાલિકા કચેરીના લોકાર્પણ પહેલા ભાજપના મહિલા કાઉન્સિલરો તથા કાર્યકરો સીએમના સ્વાગત માટે પાલિકા કચેરીના એન્ટરન્સમા એકતરફ જમા થતા ડીવાયએસપી પટેલે પાછળ જાઓ... હજુ પાછળ જાઓ તેમ કહેતા કાર્યકરોએ શાંતિથી બોલવાનું કહેતા ડીવાયએસપી અને કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...