રાણાવાવમાં પાઉની સીમ વાડી વિસ્તારમાં ગત રાત્રિના બરડા ડુંગરની બાજુમાં રેલવે ક્વાટર પાસે ખેડૂત અગ્રણીની વાડીમાં દીપડો ઘુસી આવ્યો હતો, અને ખેડૂત અગ્રણીની વાડીમાં દીપડાએ પશુનું મારણ કર્યું છે. દીપડાએ વાછરડાનું મારણ કરતા મારણ કરતા આજુબાજુના વિસ્તારમાં રહેતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.
જંગલ માંથી દીપડાઓ વારંવાર રાત્રિના સમયે આજુબાજુના ખેતરોમાં ઘુસી માલઢોરનું તેમજ અન્ય પશુઓનું મારણ કરે છે. જેથી સ્થાનિક ખેડૂતો માગણી છે, કે આ દીપડાઓને પાંજરે પુરી ગીર અભ્યારણમાં મુકવામાં આવે, કારણકે બરડા ડુંગરમાં આજુબાજુના વિસ્તાર માંથી દીપડાઓ જંગલ ખાતા દ્વારા પકડીને પાવ સિમ વિસ્તારમાં મુકી દેવામાં અવતા હોય, જેથી દીપડાની સંખ્યા વધી રહી છે.
અને સિકારની શોધમાં વાડી વિસ્તારમાં આવી ચડે છે. ત્યારે આ દીપડાઓ રાણાવાવ વાડી વિસ્તારમાં મોટા ભાગે હરતાફરતા હોય છે. અને ખેડૂતો ઉપર પણ હુમલાના બનાવનો ભય રહે છે. ખેડૂતોને તેમના પાકમાં રાત્રે પાણી વાળવા જવું પડતું હોય તો સતત ભયના ઓથાર હેઠળ રહેવું પડતું હોય, ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમના ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે અને તેમના ઉપર સતત નજર રાખવામાં આવે તેવી માંગ ખેડૂત અગ્રણી પ્રતાપભાઈ ખીસ્તરીયા દ્વારા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.