તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવ વધારો:પોરબંદરમાં લીંબુ 100ને પાર, 1 માસ પહેલા કિલોના રૂ. 40 હતા

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદથી આવતા લીંબુ વધારે માત્રામાં બગડેલા હોઇ જેથી ભાવ વધારો ઝીંકાય છે

પોરબંદરમાં લીંબુના ભાવ કિલોના રૂ. 100ને પાર થયા છે. પોરબંદરની બજારમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. એક માસ પહેલા લીંબુનો 1 કિલોના રૂ. 40 હતા. હાલ બજારમાં લીંબુના 1 કિલોના રૂ. 110 થી 150 ભાવ જોવા મળી રહ્યો છે. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, અને હિટવેવથી બચવા લોકો લીંબુનું સેવન કરતા હોય છે ઉપરાંત મોટાભાગના લોકો પોતાના ખોરાકમાં લીંબુનો રોજીંદો ઉપીયોગ પણ કરતા હોય છે. ત્યારે લીંબુના ભાવમાં કિલોએ રૂ. 110 થી 150 થયો છે.

વેપારીએ જણાવ્યું હતું કે લીંબુ રાજકોટ, શિવરાજપૂર, ભાવનગર અને અમદાવાદથી આવે છે. અને આવક ઓછી છે તેમજ જે બાચકા આવે છે તેમાં 4 થી 5 કિલો ખરાબ લીંબુ આવે છે જેથી ભાવ વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો