તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પોરબંદરના બગવદર, કુતિયાણામાં લીગલ આસીસ્ટન્ટ સેન્ટર શરૂ કરાયા

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાગરિકો અદાલતને લગતી 4 પ્રકારની સુવિધાઓ મેળવી શકશે

પોરબંદરના બગવદર અને કુતિયાણા ખાતે લીગલ આસીસ્ટન્ટ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ સેન્ટર શરૂ થવાથી નાગરીકો 4 પ્રકારની અદાલતી સુવિધાઓ મેળવી શકશે. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, પોરબંદર અને ગુજરાત હાઈકોર્ટના ઉપક્રમે પોરબંદરના ચેરમેન તથા પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ એન. પી. સૈયદ તથા સેક્રેટરી એચ. એસ. લાંઘાના હસ્તે પોરબંદરના બગવદર ખાતે જૂના ગ્રામ પંચાયત ઓફિસમાં તથા કુતિયાણા ખાતે લીગલ આસીસ્ટન્ટ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

જેમાં કાનૂની સલાહ મેળવવા આવનાર વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રીટેનલ એડવોકેટ સાથે કમ્યુનીકેશન કરી શકશે, હાઈકોર્ટ લીગલ સર્વીસીઝ તથા સુપ્રિમ કોર્ટ લીગલ સર્વીસીઝ કમીટી સાથે કમ્યુનીકેશન કરી શકશે, પક્ષકારો ઓનલાઈન લોક અદાલતમાં જોડાવા માટે તથા મીડીએશનની પ્રક્રિયામાં ઓનલાઈન જોડાવા માટે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાણ કરી શકશે તથા કાનૂની સહાય તેમજ સલાહની અરજી પણ આ લીગલ આસીસ્ટન્ટ સેન્ટર દ્વારા ડી.એલ.એસ.એ. પોરબંદર સમક્ષ મોકલી શકશે.

અન્ય સમાચારો પણ છે...