તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:મુખ્યમંત્રી બાલ સેવા યોજનાનું લોન્ચીંગ

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર પોરબંદર જિલ્લાના 11 બાળકોને મુખ્યમંત્રી બાલ સેવા યોજના અંતર્ગત મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઓનલાઇન માધ્યમથી તથા જિલ્લા કલેક્ટર અશોક શર્માની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે નાણાકીય સહાય તથા કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓને દર મહિને રૂ.4 હજારની આર્થિક સહાય ચુકવવામા આવશે. પોરબંદર જિલ્લાના 11 બાળકોને સહાય અર્પણ કરવામાં આવી હતી.

આ યોજના હેઠળ પ્રત્યેક બાળકના બેંક ખાતામા માસિક રૂ. 4 હજાર નાણાકીય સહાય જમા થશે.જિલ્લા કલેક્ટર અશોક શર્માએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે આવા બાળકોને મુખ્યમંત્રી બાલસેવા યોજના હેઠળ નાણાકીય સહાય ચૂકવી છે, જે બાળકોના પાલન-પોષણ અને ઉછેરમાં ઉપયોગી થશે. આ પ્રસંગે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન અતુલભાઈ બપોદરા, સભ્ય લાખણશી ભાઈ ઓડેદરા, પ્રતાપભાઈ કેશવાલા, ચેતનાબેન તિવારી, સમાજ સુરક્ષા અધિકારી મયુરભાઈ મોરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી હરદાસ કરગટીયા તેમજ બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...