ઉચ્ચકક્ષાએ રજૂઆત:પોરબંદર સીવ્યુ મોલનું ખાતમુહૂર્ત પહેલા પેરેડાઈઝ શોપિંગ માર્કેટનું લોકાર્પણ કરો

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શોપિંગ માર્કેટને દાયકાથી વધુ સમય થયો, બિસ્માર દુકાનોનું વહેલીતકે સમારકામ કરો
  • સામાજિક કાર્યકર દ્વારા સ્થાનિક તેમજ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી

પોરબંદરમાં પેરેડાઈઝ વિસ્તારમાં આવેલ જર્જરિત શોપિંગ માર્કેટનું સમારકામ કરાવવામાં આવે અને સીવ્યુ મોલનું ખાતમુહૂર્ત પહેલા શોપિંગ માર્કેટનું લોકાર્પણ કરવામાં આવે તેવી રજુઆત કરી છે. પોરબંદરમાં પેરેડાઈઝ સિનેમા સામે પાલિકા તંત્ર દ્વારા દાયકાથી વધુના સમય પહેલા રૂ. 70 લાખના ખર્ચે શોપિંગ માર્કેટ બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ શોપિંગ માર્કેટ ઘણા સમયથી બિસ્માર બની ગયું છે.

શોપિંગ માર્કેટ આ વિસ્તારના વિકાસ માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ શોપિંગ માર્કેટ બન્યાના દાયકાથી પણ વધુ સમય થયો છતાં લોકાર્પણ કરવામાં ન આવતા આ માર્કેટ બિસ્માર ભાસે છે. દુકાનોની હાલત બદતર બની છે. લાદીઓ તૂટી ગઈ છે અને માર્કેટની દુકાનોની દુર્દશા નજરે ચડે છે.

આ શોપિંગ માર્કેટ હાલ તો સમારકામ અને લોકાર્પણ વાંકે આ વિસ્તારમાં બિસ્માર સ્થિતિમાં નજરે ચડી રહ્યું છે. અને માર્કેટમાં દુકાનના ભાવ અંગે મંજૂરી માટે ગાંધીનગર ફાઇલ મોકલી છે તેવો એક જ રાગ પાલિકા તંત્ર આલાપી રહ્યું છે જ્યારે બીજી તરફ પાલિકા તંત્ર ચોપાટી નજીક સી વ્યુ મોલ બનાવવા આગામી દિવસોમાં ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યું હોવાનું જાણવા મળે છે ત્યારે પેરેડાઈઝ વિસ્તારમાં આવેલ શોપિંગ માર્કેટનું પહેલા સમારકામ અને બાદ વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા સ્થાનિક તથા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...