તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:જિલ્લામાં ઘરના પાણીના નિકાલ માટે સોકપીટ બનાવવાની ઝુંબેશનો પ્રારંભ

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોકપીટમાં નિકાલ કરવાથી મચ્છરોનો ઉપદ્રવ તથા પાણીજન્ય રોગો અટકશે

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ-2 અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 25 ઓગસ્ટ 2021 થી 100 દિવસ સુધી ગ્રામ્ય કક્ષાએ સોકપીટ બનાવવાની ઝુબેંશ હાથ ધરેલ છે. જે અંતર્ગત પોરબંદર તાલુકાના નવીબંદર, રાણાવાવ તાલુકાના અમરદડ ગામે તેમજ કુતિયાણા તાલુકાના રોઘડા ગામે નિયામક અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ટીમની ઉપસ્થિતિમાં વ્યક્તિગત સોકપીટના કામનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના સોકપીટ અભિયાનને સાર્થક બનાવવા માટે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજથી સોકપીટ બનાવવા કામો શરૂ કરવામાં આવ્યા છે.

આ કામો સતત 100 દિવસ સુધી કરવામાં આવશે. સોકપીટ બની ગયા બાદ ઘર વપરાશનું, રસોડાનું અને ફળીયાનું બહાર નિકળતું પાણી અટકાવી શકાશે. આ ગંદા પાણીનો શોકપીટમાં યોગ્ય નિકાલ કરવામાં આવતા સ્વચ્છતા જળવાશે જેનાથી માખી તથા મચ્છરનો ઉપદ્રવ અટકશે અને પરિણામે ડેન્ગ્યુ મેલેરીયા જેવા પાણીજન્ય રોગો પર નિયત્રંણ મેળવી શકાશે. આ સોકપીટ અભિયાનથી ગ્રામ્યકક્ષાએ લોકોનું તંદુરસ્ત આરોગ્ય પણ જળવાઈ રહેશે.

અન્ય સમાચારો પણ છે...