વિરોધ:નોનવેજની લારીઓ હટાવવાની હિલચાલ સામે લારીધારકોનો વિરોધ

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરની ચોપાટી પાસે જ જગ્યા ફાળવવા માંગ કરી

નોનવેજની લારીઓ હટાવવાની હિલચાલ સામે લારીધારકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ચોપાટી પાસેની જગ્યા ફાળવવા માંગ કરી છે. પોરબંદર છાયા પાલિકા તંત્ર દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રાખવામાં આવતી નોનવેજ લારીઓને હટાવવા માટે હિલચાલ શરૂ કરી છે. પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે વિવિધ વિસ્તારોમાં જ્યાં નોનવેજની લારી દ્વારા માંસાહારનું વેચાણ થઈ રહ્યું છે તેવા લારી ધારકો છુટાછવાયા ન રહે અને એક સ્થળે નોનવેજનું વેચાણ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે અને જગ્યા માટે સર્વે કામગીરી શરૂ કરી છે.

ત્યારે આગેવાન બાવન કાના બાદરશાહીએ જણાવ્યું હતું કે, ચોપાટી પાસે વર્ષોથી નોનવેજ ધારકોને જગ્યા ફાળવવામાં આવી હતી અને એક જ સ્થળે ધારકો વેપાર કરતા હતા પરંતુ પાલિકા તંત્ર દ્વારા જ ચાઈનીઝ નોનવેજ બજાર પર દબાણ દૂર કરી નોનવેજના લારીધારકોને છુટા છવાયા કરી દીધા હતા. હાલ જ્યારે પાલિકા તંત્ર દ્વારા નોનવેજ વેચાણ કરતા લારી ધારકોને હટાવી અન્ય સ્થળ શોધવા કરતા અગાવ ચોપાટી ખાતે ચાઈનીઝ નોનવેજ બજાર હતી ત્યાંજ નોનવેજનું વેચાણ કરતા લારીધારકોને છૂટ આપવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...