રજૂઆત:પોરબંદરમાં એકધારું પાણી છોડાશે તો જમીનનું ધોવાણ

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા સંકલન કરી પાણીની સ્થિતિ સંતુલિત કરવા માંગ કરાઇ

પોરબંદર તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા રામદેવભાઇ મોઢવાડિયાએ પોરબંદર અને દ્વારકા જિલ્લા કલેક્ટરને સંબોધીને જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે વર્તુ-2, ભાદર -2, બાટવા ખારો ડેમ સહિતના ડેમ ઓવરફલો થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી અપાઈ છે.જેથી કન્ટેનમેન્ટ એરિયામાં વરસાદની સંભાવના અંગે હવામાન વિભાગ સાથે સંકલન કરીને પાણીની સ્થિતિ સંતુલિત કરવી જરૂરી છે. જેથી કરીને એક ધારૂ પાણી ન છોડવું પડે અને ખેતર ધોવાણની સંભાવના અટકી જશે. હવામાન વિભાગના નિષ્ણાતો અને સિંચાઇ વિભાગના એન્જિનિયરનું સંકલન થાય અને ડેમ ઓવરફલો થયા બાદ નીચાણવાળા વિસ્તારોમાં કોઇ પ્રકારનું નુકસાન ન થાય તે માટે અગમચેતીના ભાગરૂપે પાણીની સ્થિતિ સંતુલિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.  ડેમો ઓવરફ્લો થયા હોવાથી હવે પાણી છોડવાની નોબત આવતા આ રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...