તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:શહેરમાં કોરોનાના ટેસ્ટ માટે લાગવગશાહી

પોરબંદર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડિફેન્સના ટોકન લઈ વારામાં ઉભે છે, સ્ટાફકર્મીના સંબંધી પાછળથી પ્રવેશ કરી ટેસ્ટ કરાવે છે

પોરબંદરમાં કોરોના અંગેના ટેસ્ટ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે થઈ રહ્યા છે ત્યારે ટોકન આપવામાં આવે છે પરંતુ કેટલાક સ્ટાફના જાણીતા વ્યક્તિઓ પાછળથી આવી અને વારામાં ઉભવાને બદલે લાગવગ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.

પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાના લક્ષણ ધરાવતા લોકો આરટીપીસીઆર અને રેપીડ ટેસ્ટ કરાવે છે. અહીં ભૂતનાથ મંદિર પાછળ આવેલ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આ કોરોનાના ટેસ્ટ થઈ રહ્યા છે. આ સેન્ટર ખાતે લાગવગ ચાલી રહી છે. કોરોનાનો ટેસ્ટ કરાવવા આવનાર લોકોને ટોકન આપવામાં આવી રહ્યા છે અને તે મુજબ વારો આવે છે. અહીં કોરોના વોરિયર્સ પોલીસ સ્ટાફ તથા ડિફેન્સના કર્મીઓ પણ ટોકન લઈને કતારમાં ઉભે છે.

હાલની મહામારી વચ્ચે ફરજ બજાવતા પોલીસ કે ડિફેન્સ કર્મી લાગવગ કરતા નથી. તેઓને ડ્યુટી જોઈન કરવાની હોવા છતાં ભલામણ કરતા નથી અને સહકાર આપે છે ત્યારે આ લેબના સ્ટાફ કેટલાક પોતાના જાણીતા અને અન્ય ભલામણવાળા વ્યક્તિઓ પાછળના રૂમમાંથી અંદર પ્રવેશ અપાવી સેમ્પલ લેવામાં આવે છે. દરરોજ 10 થી વધુ વ્યક્તિઓ લેબ સ્ટાફના સંબંધી અથવા અન્ય લોકોની ભલામણથી ટોકન લીધા વિના પાછળના રૂમ માંથી ટેસ્ટ કરાવી જતા રહેતા હોવાનું અહીં કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે આવનાર લોકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો