રજૂઆત:જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની અછતથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણની ગુણવત્તા સુધારવા કોંગ્રેસ દ્વારા શિક્ષણ મંત્રીને ઉગ્ર રજૂઆત કરાઈ

પોરબંદર સહિત રાજ્યભરમાં શિક્ષકની પ્રાથમિક શાળાઓમાં અછત હોવાના કારણે વિદ્યાર્થીઓનું ભાવી જોખમાઈ રહ્યું છે. આ અંગે કોંગ્રેસના સિનિયર અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ રાજ્યના શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. અને જણાવ્યું હતું કે પોરબંદર સહિત ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 16318 જગ્યાઓ ખાલી છે. અને આચાર્યની 1028 જગ્યાઓ ખાલી છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પુછેલ પ્રશ્નોના જવાબમાં આવી માહિતી સામે આવી છે. માત્ર સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્ટાફની અછત છે.

રાજ્યમાં સરકારી અને અનુદાનિત પ્રાથમિક તથા માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની ખાલી જગ્યાઓની સંખ્યા 28212 જેટલી છે. આટલી બધી જગ્યાઓ ખાલી હોવાથી સરકારી શાળાઓમાં ભણાવતા ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ સારા શિક્ષણથી વંચિત રહી જાય છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓમાં નિયમિત ભરતી કરવાને બદલે સરકારે સ્થળાંતરિત શિક્ષકોની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્યમાં 10 હજાર સ્થળાંતરિક શિક્ષકોની ભરતી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે આ ભરતીઓ થઈ છે. પરંતુ તેઓને પગાર ચૂકવવામાં આવતા નથી. અને પ્રવાસી શિક્ષકોને પગાર માટે ફાફા મારવાની નોબત આવી રહી છે. પોરબંદર સહિત રાજ્યભરમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત હોવાની સિદ્ધિ અસર વિદ્યાર્થીઓના ભણતર પર પડી રહી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે લાયક ઉમેદવારની નિમણૂક કરવામાં આવે તે જરૂરી બન્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...