વ્યવસ્થાનો અભાવ:સિવીલ હોસ્પિટલમાં ભોજન કક્ષની સુવિધાનો અભાવ,દર્દીના સ્વજનોને ખુલ્લામાં બેસીને ભોજન કરવું પડે છે

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રીના સમયે મચ્છરનો ત્રાસ, જીવાતો ઉડે છે

પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ભોજન કક્ષની વ્યવસ્થા નથી જેને કારણે લોકોને પટાંગણમાં ખુલ્લામાં બેસીને ભોજન કરવું પડી રહ્યું છે. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ભોજન કક્ષની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. જિલ્લાની એકમાત્ર ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે અનેક દર્દીઓ સારવાર અર્થે દાખલ થાય છે અને આ દર્દીઓ સાથે તેના સ્વજનો આવે છે. અહી ભોજનકક્ષ ન હોવાને કારણે દર્દી સાથે આવેલ સ્વજનો હોસ્પિટલના પટાંગણમાં ખુલ્લામાં ભોજન કરે છે. જેથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરખી રીતે જમવા માટે બેઠકની વ્યવસ્થાનો અભાવ છે.

અન્ય જિલ્લાની સરકારી હોસ્પિટલ ખાતે સુવિધા જોવા મળે છે પરંતુ પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ભોજન કક્ષ ઉપલબ્ધ નથી, આ ઉપરાંત અહી કેન્ટિંગની સુવિધા પણ ઉપલબ્ધ નથી. દર્દીઓ સાથે આવેલ સ્વજનો ખુલ્લામાં ભોજન કરતા નજરે ચડે છે. હોસ્પિટલના પટાંગણમાં આવેલ ખુલ્લામાં પારી પર કેટલાક લોકો ભોજન કરી રહ્યા છે તો કેટલાક લોકો પટાંગણમાં નીચે બેસીને ભોજન કરી રહ્યા છે.

અહી ત્રણેય ઋતુમાં લોકો પટાંગણમાં ખુલ્લામાં ભોજન કરે છે. વારંવાર રજૂઆત બાદ પણ સિવિલ હોસ્પિટલ ખાતે ભોજન કક્ષ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. રાત્રિના સમયે અહી મચ્છરનો ત્રાસ હોય છે અને જીવાતો ઉડે છે. પટાંગણ માંથી અનેક દર્દીઓ પસાર થાય છે જેથી આવા વાતાવરણ વચ્ચે દર્દીના સગા વ્હાલાઓને ખુલ્લામાં બેસીને ભોજન કરવું પડી રહ્યું છે. આથી આ હોસ્પિટલ ખાતે પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી દર્દીના સ્નેહીજનોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...