અભાવ:પોરબંદરના એસટી સ્ટેશનમાં પાયાની સુવિધાઓનો અભાવ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઇ

પોરબંદરમાં એસ.ટી. બસ સ્ટેશનમાં પાર્કિંગ, પંખા, સાફ સફાઇ જેવી પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા લાખોના ખર્ચે કરાયેલ એસ.ટી. બસ સ્ટેશનમા આ સુવિધાઓ અંગે જવાબદાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે.પોરબંદરના એસ.ટી. તંત્રનું નવિનીકરણ કરાયું હતું. પરંતુ તેની જાળવણીના અભાવે સ્ટેશનમાં પુરતી સુવિધાઓ ન હોવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. બસ સ્ટેશનમાં પાર્કિંગ, પંખા, સાફ સફાઇ જેવી પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

આખા બસ સ્ટેશનમાં માત્ર 3 જ પંખા છે અને મોટા ભાગની લાઇટો બંધ હાલતમાં છે. આ સ્ટેશન દરવાજા વિહોણું હોવાથી અનેક રેઢીયાળ પશુઓનો તેમાં જમાવડો રહે છે. વધારે ભાડા હોવાના કારણે નાસ્તા-પાણીની દુકાનો પણ બંધ છે જેને લીધે મુસાફરોને બહાર જવું પડે છે. કચરાપટીની અપૂરતી વ્યવસ્થાને લીધે ગંદકી ચારેબાજુ ફેલાયેલી જોવા મળે છે. આ અંગે પોરબંદરના સ્થાનિક દ્વારા કચરાપેટી, પંખા અને લાઇટ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે તંત્રને રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...