માંગ:કુતિયાણાના તાલુકા ખરીદ વેંચાણ સંઘમાં તાળા લાગ્યા

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કોંગ્રેસે ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ કરવા માંગ કરી

કુતિયાણા તાલુકાના ખેડૂતોએ હાલ પાકની લણણી કરી લીધી છે અને શિયાળુ પાકના વાવેતરમાં ખેડૂતોને ખાતરની જરૂરીયાત પડે છે. પરંતુ કુતિયાણાના તાલુકા ખરીદ વેંચાણ સંઘમાં છેલ્લા બે વર્ષથી તાળા મારી દેવામાં આવ્યા છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેના કારણે જીલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ કરવા માંગ કરી છે.

કુતિયાણા તાલુકામાં આવેલ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં છેલ્લા બે વર્ષથી તાળા લગાવી દેવામાં આવ્યા છે જેના કારણે ખેડૂતો ખાતર માટે હેરાન પરેશાન થઇ રહ્યા છે. આ અંગે જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા અને તાલુકા પ્રમુખ અરજનભાઇ સોલંકી કુતિયાણા તાલુકા ખરીદ વેંચાણ સંઘ ખાતે દોડી ગયા હતા અને ત્યાં લગાવેલા તાળાથી ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે રજુઆતો કરી હતી.

હાલ ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોય અહીં તાળા લગાવવાની નોબત આવી છે તેમ કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આગામી સમયમાં ખેડૂતોની કોઇ સમસ્યા તથા ખાતરની જરૂરિયાત સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...