તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કુતિયાણા મહિલા ભાજપ ઉપપ્રમુખ અને તેના પતિ પર 7 શખ્સનો હુમલો

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણીના મનદુઃખમાં કુહાડી જેવા હથિયાર અને પાઇપ વડે માર માર્યો

ફરેર ગામે ચૂંટણીના મનદુઃખને લઈને કુતિયાણા તાલુકા પંચાયતના ભાજપના મહિલા ઉપપ્રમુખ અને તેના પતિ પર મહિલા સહિત 7 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. તાજેતરમાં જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી જેમાં કુતિયાણા તાલુકા પંચાયતની બેઠક પર ફરેર ગામેથી ભાજપના ઉમેદવાર તરીકે ભુરીબેન વિરમ વાસણ અને કોંગ્રેસના ઉમેદવાર ભુરીબેન કાંધા વાઢીયાએ ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં ભાજપના ભુરીબેન વાસણ વિજેતા બન્યા હતા. અને કુતિયાણા તા.પં. ના ઉપપ્રમુખ બન્યા હતા. જે ચૂંટણીનું મનદુઃખ હોવાથી અગાવ બોલાચાલી થઈ હતી.

જેથી સમાધાન માટે બોલાવી ભુરીબેન વાસણ અને તેના પતિ વિરમભાઈ પર કરણ ઉર્ફે કાલુ, કાંધા વાઢીયા, વિપુલ કાંધા, કાંધા વીંઝા, કાંધાની પત્ની ભુરી, પુત્રી જાગુ, પુંજા લાખા અને લખમણ ગોવિંદ વાઢીયાએ ઢીકાપાટુનો માર માર્યો હતો, દરમ્યાન કાંધાએ વિરમને કુહાડી જેવા હથિયાર વડે માથામાં ઘા મારી ઇંજા પહોંચાડી હતી જ્યારે કાંધાની પુત્રી જાગુએ ભુરીબેન વાસણને પાઇપ મારી ઇંજા પહોંચાડી હતી. જેથી કુતિયાણા તા. પં. ના ભાજપના મહિલા ઉપપ્રમુખ ભુરીબેન અને તેના પતિ વિરમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં વિરમભાઈ વાસણએ આ અંગે પોલીસને નિવેદન આપતા પોલીસે રાયોટિંગ સહિતનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે. આ બનાવને પગલે જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને આ ઘટનાને વખોડી કાઢી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો