જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચાવડા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જિલ્લાના અનડીટેક ગુન્હાઓ શોધી કાઢવા માટે સુચના આપેલી હતી. જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.એ.મકવાણા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તથા અલગ-અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો દ્વારા હકીકત મેળવી ગુન્હાના કામે ઉંડાણપુર્વક તપાસ કરતા કુતિયાણા પોલીસ સ્ટેશનના ચોરી થયેલી તમામ મુદામાલ સાથે 4 આરોપીઓને ચોરીમાં ગયેલા મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે.
પકડાયેલો મુદ્દામાલ
(1) જુવારની ગુણી નંગ- 40 રૂપિયા 90 હજાર તથા ચણાની ગુણી નંગ-10 રૂપિયા 22,500 તથા તેલના ડબ્બા નંગ-5 રૂપિયા 12,800 મળી કુલ રૂપિયા 1,25,300
(2) ગુન્હામાં ઉપયોગ કરેલો બોલેરો વાહનની કિંમત રૂપિયા 2,00,000
(3) ગુન્હામાં ઉપયોગ કરેલી બાઈકની કિંમત રૂપિયા 20,000
(4) મોબાઇલ નંગ-4 રૂપિયા 3500
આરોપી
(1) સાદીક સબીર કેસુર ઉવ.22 ધંધો.ડ્રાઇવીંગ રહે.કુતિયાણા
(2) સંજય ઉર્ફે મહેશ ઉર્ફે ગોરખો ભીમા ઓડેદરા ઉવ.26 રહે.કુતિયાણા
(3) સાગર વિનોદ રાવલ ઉવ.24 રહે.કુતિયાણા
(4) દેવદાસ નાગા ભુતિયા ઉ.વ.38 રહે.કુતિયાણા
કામગીરી કરનારા અધિકારી/કર્મચારી
આ કામગીરીમા કુતિયાણા પીએસઆઈ એ.એ.પરમાર,એએસઆઈ બી.ટી.બાલસ,હેડ કોન્સટેબલ હઠીસિંહ સીસોદીયા,પોલીસ કોન્સટેબલ યશપાલસિંહ વાળા તથા ભરત ગોજીયા તથા પીયુષ ઓડેદરા તથા મેરામણ ખોડભાયા તથા મહેશ મુસાર તથા ડ્રાઈવર લોકરક્ષક ભરત ઓડેદરા વગેરે જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.