કાયદાકીય માહિતી અપાઇ:કુછડી ગામે નારી વંદન ઉત્સવ કાર્યક્રમ હેઠળ સેમિનાર યોજાયો

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓને યોજનાઓ તથા કાયદાકીય માહિતી અપાઇ

પોરબંદરના કુછડી ખાતે નારી વંદન ઉત્સવ સપ્તાહ હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ પોરબંદર દ્વારા નારી વંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહિલાલક્ષી કાયદાઓ, મહિલાલક્ષી યોજનાઓ, મહિલા સશક્તિકરણ, પીડિત મહિલાઓને સહારે સરકાર, સખી વન સ્ટોપ સેન્ટર, વ્હાલી દિકરી યોજના ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, ઘરેલુ હિંસા સામે મહિલાઓને રક્ષણ સહિત વિવિધ યોજનાઓ તથા મહીલા સશક્તિકરણ અને મહીલા રક્ષણ અંતર્ગત સેમીનાર યોજાયો હતો.

જેમા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન સાંવત, પ્રોટેકશન ઓફિસર ડો. પ્રજ્ઞાબેન ત્રીવેદી, ગામના સરપંચ રૂપીબેન, એડવોકેટ નિલેષ જોષી, માહિતી મદદનીશ મયંકભાઇ ગોજીયા, 181ના કાઉન્સેલર હેતલબેન જોષી, સખી વન સ્ટોપ સેન્ટરના રાજીબેન સોલંકી, મહિલા શક્તિ કેન્દ્રનો સ્ટાફ તથા બહોળી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...