• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Kovid Care Center Will Be Started In Porbandar Considering The Increasing Cases Of Corona; The Number Of Active Cases In The District Reached 48

કોવિડ મુદ્દે તંત્ર એક્શનમાં:પોરબંદરમાં કોરોનાના વધતા કેસને ધ્યાને લઇને કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે; જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 48એ પહોંચી

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં કોરોના મહામારીના કેસ સંદર્ભે જિલ્લા કલેકટર અશોક શર્માએ ભાવસિંહજી જનરલ હોસ્પિટલની મુલાકાત લઈને કોરોના સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. કોરોનાના વધતા કેસને ધ્યાને લઇ આત્મા સેન્ટર ખાતે જિલ્લા તંત્ર દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે.

પોરબંદર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ
પોરબંદરમાં કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામા કોરોનાના 96 કેસ નોંધાયા જે અંતર્ગત જુલાઇ માસમાં 87 જેટલા કેસો નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસ એટલે કે તા.22, 23 અને 24માં 27 જેટલા કેસો નોંધાયા છે. હાલમાં જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 48 છે. જેમાં 11 દર્દીને હોસ્પિટલમાં અને 32 દર્દીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમજ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલ ખાતે 20 આઈ.સી.યુ બેડ તથા 10 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. હાલમાં કોઇ પણ દર્દી ઓક્સિજન સપોર્ટ પર નથી જે રાહતની વાત છે.

કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે
કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇને આત્મા સેન્ટર ખાતે જિલ્લા તંત્ર દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. જ્યાં સામાન્ય તથા હળવા લક્ષણોવાળા દર્દીઓ રાખવામાં આવશે.અને ગંભીર લક્ષણવાળા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. તેમજ જિલ્લામાં નિયમિત રીતે 750 થી 800 જેટલા કોવિડ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તે સિવાય હોસ્પિટલ ખાતે કોવિડ સિવાય અન્ય જનરલ દર્દીઓની સેવા નિયમિત રીતે શરૂ રહેશે. જેથી નાગરિકોને કોઈ પણ તકલીફ ન થાય.

લોકોએ હજી પણ પ્રોટોકોલનું પાલન કરવું
​​​​​​​
કલેકટરે કહ્યું હતું કે,જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં 90 ટકાથી વધારે વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ 18 થી 59 વર્ષની ​​​​​​​વયના નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવાની કામગીરી પણ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. તેમજ જો કોઈ દર્દી પોઝિટિવ આવ્યો હોય તો તેના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેક કરવામાં આવી રહ્યા છે. કલેકટર અશોક શર્મા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી કે ભીડભાડ વાળી જગ્યા પર માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવું. જો કોઈ વ્યક્તિને શરદી,તાવ કે ઉધરસ જેવા લક્ષણો જણાય તો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર કોરોના ટેસ્ટ કરાવે જેથી તેમના સંપર્કમાં રહેલા વ્યક્તિઓને ચેપગ્રસ્ત થતા અટકાવી શકાય. તમામ લોકોએ કોવિડ પ્રોટોકોલ પાલન કરવું જોઈએ જેથી બધા સાથે મળી કોરોનાને હરાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...