ઉત્તરાયણ પર્વની ઉજવણી:શાળાના વિદ્યાર્થીઓ માટે પતંગ ડેકોરેશન હરીફાઈ યોજાઇ, પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા કાર્યક્રમ યોજાયો, પક્ષી બચાવવા સંદેશ અપાયો

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરની ચમ સ્કૂલ ખાતે નાના ભૂલકાઓ માટે પતંગ હરીફાઈનું ખાસ આયોજન કરવામાં આવેલું હતું. આ આયોજન દરમિયાન પતંગની સાથે સાથે પક્ષીઓને બચાવ કરવા અંગે જનજાગૃતિનું કાર્ય કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત ચમ સ્કૂલની વિદ્યાર્થીની અને પ્રકૃતિ ધ યુથ સોસાયટીની મેમ્બર ધન્યતા સિદ્ધાર્થ ગોકાણી દ્વારા ખાસ ચાર ફૂટની પતંગ બનાવવામાં આવેલી હતી. જેમા ઉતરાયણના પર્વમાં મજાની સાથે સાથે પક્ષીઓનો જીવ બચાવવાની ખાસ અપીલ પણ કરવામાં આવેલી હતી.

આ કાર્યક્રમ દરમિયાન ધન્યતા દ્વારા પોતાના સાથી મિત્રોને ઉત્તરાયણમાં પતંગ ઉડાડવાની સાથે ધ્યાનમાં રાખવાની ખાસ બાબતો વિશે અવગત કરાવવામાં આવ્યા હતા અને સાથોસાથ ધન્યતા દ્વારા રેસ્ક્યુ કરી અને સાજા થયેલા પક્ષીઓ નાના બાળકોને બતાવ્યા હતા. પક્ષીઓથી ડરે નહિ તેમજ તેમના જીવ બચાવવા માટેની અપીલ કરવામાં આવી હતી.

સ્કૂલના ટ્રસ્ટી કમલ પાંઉ, પ્રિન્સિપાલ શ્રીમતી સુનયના ડોગરાની હાજરીમાં આ પક્ષીઓને ફરીથી ગગનમાં વિહરતા કરવામાં આવ્યા હતા. આ તબક્કે ધન્યતાએ પોરબંદરની જનતાને પણ ખાસ અપીલ કરી હતી કે, આપ સહુ પતંગ તો ઉડાડો જ પણ સાથો સાથ આ પક્ષીઓને કોઈ હાનિ ન પહોંચે તેની ખાસ કાળજી પણ રાખો.

અન્ય સમાચારો પણ છે...