સારવાર:ખીરસરાની પ્રસુતાને ધોધમાર વરસાદમાં માર્ગ વચ્ચે ડીલેવરી કરાવવાની ફરજ પડી

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 108 ની ટીમે સમય સૂચકતા દાખવી માતા, પુત્રનો જીવ બચાવ્યો

ખીરસરા ગામે મજૂરી કરતા પરિવારના પ્રસુતા રેખાબેન દિનેશભાઈ ડામોરને પ્રસુતિની અસહ્ય પીડા ઉપડતા તેઓએ 108નો સંપર્ક કર્યો હતો, ધોધમાર વરસાદમાં અસહ્ય પીળાથી તાત્કાલિક ખીરસરા ગામ થી કારમાં રાણાવાવ તરફ લઈ આવવામાં આવી રહ્યા હતા, તે સમય દરમિયાન રસ્તામાં પાણી ભરાઈ જતા આગળ આવી શક્યા ન હતા, જેથી 108 ની ટીમ સ્થળ પર પહોંચી હતી, ધોધમાર વરસાદમાં જે કાર લઈને આવી રહ્યા હતા, તેજ કારમાં પ્રસુતાની ડીલેવરી કરવાની ફરજ પડી હતી. 107ની ટીમે માતા અને પુત્ર બંનેનો જીવ બચાવ્યો છે. અને તેઓને વધુ સારવાર માટે પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...