તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવિનીકરણની માંગ:પોરબંદરનાં મજીવાણાથી કુણવદરના રસ્તા ઉપર ખીલાસરી ડોકાયા કરે છે

બગવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચાલકો ઉપર અકસ્માતનો ઝળુંબતો ભય, તંત્ર દ્વારા નવિનીકરણ કરવા માંગ

પોરબંદરના મજીવાણાથી કુણવદર જતો રોડ બિસ્માર થઇ ગયો હોવાથી તેમાંથી ખીલાસરી રીતસરની બહાર આવી ગઇ છે અને તેને લીધે મોટો અકસ્માત થાય તેવો ભય ઝળુંબી રહ્યો છે.

થોડા સમય પહેલા મજીવાણાથી કુણવદર જતા રોડનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ આ રોડ પર આગળના રસ્તે આવેલા આર.સી.સી.ના પુલીયાનું કામ નવિનીકરણ વખતે કરવામાં આવેલું ન હોવાથી તે ખૂબ જ જર્જરીત થઇ ગયેલ છે અને તેમાંથી ખીલાસરીના છેડા રીતસરના બહાર આવી જતા રોડ પર ઉંચા થઇ બહાર આવી ગયા છે. જેને લીધે અકસ્માતનો ભય સર્જાયો છે. તે ઉપરાંત વાહનચાલકોના ટાયરને પણ આ બહાર નીકળી આવેલી ખીલાસરી ખૂબ જ નુકસાની કરે છે.

વધુમાં પુલીયા પર મોટા ગાબડા પણ પડી ગયા છે. આ રોડ જામખંભાળીયા અને જામરાવલ બાજુથી હાથલા શનિદેવ મંદિરે જતા દર્શનાર્થીઓ માટેનો શોર્ટકટ હોવાથી રોડ પર ટ્રાફીક રહે છે. આ અંગે કુણવદરના સરપંચ મણીબેન રાજુભાઇ કારાવદરાએ રજૂઆત કરી હોવા છતાં પણ પુલીયાનું નવીનીકરણ તંત્ર દ્વારા કરવામાં આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...