તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:ખારવા સમાજ કહેશે ત્યાંજ ફેઇઝ 2 બંદર બનશે : CMએ ખાતરી આપી

પોરબંદર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુભાષનગરના ખદરપીરની પાછળ નવું બંદર બનશે, માપલાવાડી જગ્યાએ ડ્રેજિંગ થશે

ખારવા સમાજ કહેશે ત્યાંજ ફેઇઝ 2 બંદર બનશે તેવી મુખ્યમંત્રીએ ખાતરી આપતા ખારવા સમાજના આગેવાનોએ ખુશી વ્યક્ત કરી છે. સુભાષનગરના ખદરપીરની પાછળ નવું બંદર બનશે જ્યારે માપલાવાડી જગ્યાએ શક્ય હશે તેટલું ડ્રેજિંગ થશે.

માછીમારો માટે નવુ ફીશીંગ હાર્બર બનાવવા અંગે પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઇ ખુદાઇ તેમજ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા ની આગેવાનીમાં ખારવા સમાજ અને બોટ એસોસિએશન ના આગેવાનોએ તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. ફેઇઝ-2 બંદર સુભાષનગરના ખદરપીરની પાછળ બનાવવા માટે રજૂઆત અને ચર્ચા-વિચારણા કરી હતી. મુખ્યમંત્રીએ માછીમારો માટે કુછડી ગામે ફેઇઝ 2 બનાવવાનું હતું તે કેન્સલ કરી અને માછીમારોને અનુકુળ જગ્યા ઉપર બંદર બનાવી દેવા માટે ખાતરી આપી હતી.

પરંતુ સુભાષનગર વિસ્તાર માં સુરક્ષા એજન્સી ની જરૂરી મંજુરી મળ્યા બાદ કામગીરી શરુ થઇ શકે તેમ હોય હાલ જુના બંદરને લગતી જગ્યા માપલાવાડી બાપા સિતારામ વિસ્તારમાં તાત્કાલીક ધોરણે ડ્રેજીંગ કામ કરાવી અને બોટો પાર્કિંગ માટે હાલના ધોરણે માછીમારોની સમસ્યા હલ કરવા માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી અપાઈ હતી અને માછીમારોના પ્રશ્નોને ધ્યાનમાં લઇને ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને ફીશરીઝ વિભાગની ટીમને માપલાવાડી બાપા સિતારામ વિસ્તાર વાળી જગ્યામાં નિરીક્ષણ કરવા માટે મોકલવા ખાતરી આપી હતી.

જેથી ફેઇઝ 2 બંદર સુભાષનગર ખદરપીરની પાછળ બનશે અને માછીમારોને પાર્કિંગની સમસ્યા હલ કરવા ફિશરીઝ વિભાગ અને ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધિકારીઓ રવિવારે માપલાવાડી જગ્યા પર ડ્રેજિંગ માટે નિરીક્ષણ કરવા જશે અને ટેકનિકલી શક્ય હશે તેટલું ડ્રેજિંગ થશે તેવી ખાતરી મળતા પોરબંદરના ખારવા સમાજના આગેવાનોએ ખુશી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો