કૃષિ:જિલ્લામાં ખરીફ ઋતુનું 107235 હેકટરમાં વાવેતર, રાણાવાવમાં વાવેતર પૂર્ણ

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 15628 હેકટરમાં વધુ વાવેતર નોંધાયું
  • પોરબંદર કુતિયાણામાં 90 ટકાથી વધુ વાવેતર થયું, કપાસ, ઘાસચારા, મગ, સોયાબીનના વાવેતરમાં વધારો જ્યારે મગફળીનું વાવેતર ઘટ્યું

જિલ્લામાં ખરીફ ઋતુનું 107235 હેકટરમાં વાવેતર નોંધાયું છે. ગત વર્ષની સરખાણમીએ આ વર્ષે 15628 હેકટર વધુ વાવેતર નોંધાયું છે. રાણાવાવમાં વાવેતર પૂર્ણ થયું છે જ્યારે પોરબંદર કુતિયાણા પંથકમાં 90 ટકાથી વધુ વાવેતર પૂર્ણ થયું છે. કપાસના વાવેતરમાં વધારો નોંધાયો છે જ્યારે મગફળીમાં વાવેતર ઘટ્યું છે. પોરબંદર જિલ્લામાં ચોમાસાની ઋતુ પહેલા ખેડૂતોએ ખરીફ પાકનું આગોતરું વાવેતર શરૂ કર્યું હતું અને ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ સારો થયો છે. વાવણી લાયક વરસાદ થતા જિલ્લામાં ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યું છે.

ગત વર્ષે તા. 29 જુલાઈ 2021 સુધીમાં જિલ્લામાં 91607 હેકટરમાં વાવેતર થયું હતું જેની સરખામણીએ તા. 29 જુલાઈ 2022 સુધીમાં જિલ્લામાં કુલ 107235 હેકટરમાં વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં 15628 હેકટર ખરીફ વાવેતર વધુ નોંધાયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.એ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાણાવાવ પંથકમાં વાવેતર પૂર્ણ થયું છે. રાણાવાવ પંથકમાં ગત વર્ષે કુલ 22705 હેકટરમાં વાવેતર થયું હતું જ્યારે આ વખતે 22710 હેકટરમાં વાવેતર થયું છે. આ વખતે રાણાવાવ પંથકમાં ખરીફ વાવેતરમાં માત્ર 5 હેકટરમાં વધુ વાવેતર નોંધાયું છે.

જ્યારે પોરબંદરમાં ગત વર્ષે અત્યાર સુધીમાં 43437 હેકટરમાં વાવેતર થયું હતું જ્યારે આ વખતે અત્યાર સુધીમાં 56525 હેકટરમાં વાવેતર થયું છે. કુતિયાણા માં ગત વર્ષે 25465 હેકટરમાં વાવેતર નોંધાયું હતું જ્યારે આ વખતે અત્યાર સુધીમાં 28000 હેકટરમાં વાવેતર નોંધાયું છે.ગત વર્ષની સરખામણીએ મગફળીના વાવેતરમાં 430 હેકટર ઓછું વાવેતર થયું છે.

ઘટાડો નોંધાયો છે જ્યારે ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં કપાસના વાવેતરમાં 6020 હેકટર વધુ નોંધાયો છે. અડદમા ગત વર્ષે 30 હેકટરમાં વાવેતર થયું હતું જ્યારે આ વખતે અડદનું વાવેતર થયું નથી. ગત વર્ષની સરખામણીમા આ વખતે 9934 હેકટર ઘાસચારામાં વધુ વાવેતર નોંધાયું છે.

ગત વર્ષે તા. 29 જુલાઈ 2021 સુધીનું વાવેતર હેકટરમાં

પાકહેકટર
મગફળી77465
કપાસ3815
ઘાસચારો9431
શાકભાજી481
તુવેર70
મગ5
અડદ30
તલ70
સોયાબીન240

આ વર્ષે તા. 29 જુલાઈ 2022 સુધીનું વાવેતર હેકટરમાં

પાકહેકટર
મગફળી77035
કપાસ9835
ઘાસચારો19365
શાકભાજી545
તુવેર20
મગ25
અડદ-
તલ110
સોયાબીન300

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...