રેસ્કયુ:ફટાણા ગામે આખલો કુવામાં ખાબક્તા રેસ્કયુ હાથ ધરાયું

બગવદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનો અને ફાયર બ્રીગેડની ટીમે બહાર કાઢ્યો

પોરબંદર જિલ્લાના ફટાણા ગામે એક આખલો કુવામાં ખાબકયો હતો. ગ્રામના યુવાનો અને ફાયર બ્રિગેડની મદદથી આખલાને હેમખેમ બહાર કઢાયો.ફટાણા ગામે આવેલ બ્રાહ્મણ ફળીમાં વર્ષો જૂનો કુવો આવેલ છે. આ કુવો અંદાજે ૭૦ ફૂટ જેટલો ઉંડો છે અને જેમાં હાલ પુષ્કળ વરસાદ થવાથી આ કૂવામાં અત્યારે 35 થી 40 ફૂટ પાણી ભરેલું છે.

જેમાં આખલો અકસ્માતે પડી જતા ફટાણા ગામના લખુભાઇ ગોઢાણિયાની નજરે ચડતા તેઓએ ગામના યુવાનોને એકઠા કરી દોરડું કૂવામાં નાખી લખુભાઇ ગોઢાણિયા જાતે કૂવામાં ઊતરી આખલાને દોરડાથી માથું ઊંચું રાખી બાંધવામાં આવેલ જેથી આખલો સલામત રહી શકે. ત્યારબાદ આ યુવાનોએ પોરબંદર ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો આવી સાથે ફટાણા ગામના પણ યુવાનો જોડાયા અને જેસીબીની મદદથી આખલાને સહી સલામત બહાર કાઢવામાં આવેલ.

અન્ય સમાચારો પણ છે...