દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે:પોરબંદર એરપોર્ટ ખાતે કેજરીવાલનુ સ્વાગત કરાયુ, દ્વારકામાં ખેડૂતોને મળીને તેઓને ગેરેન્ટી આપશે

પોરબંદરએક મહિનો પહેલા

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. બે દિવસીય મુલાકાતને લઈને તેઓ પોરબંદર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.

ખેડૂતોને મળીને તેઓને ગેરેન્ટી આપીશુંઃ અરવિંદ કેજરીવાલ
​​​​​​​દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોરબંદર એરપોર્ટ ખાતે ચાર્ટર્ડ ફ્લાઇટ મારફતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનુ દ્રારકા મંદિરના બ્રાહ્મણો દ્રારા પીતાંબર અને હાર પહેરાવી સ્વાગત કરવામા આવ્યું હતુ. સાથે જ આપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્રારા પણ કેજરીવાલનુ સ્વાગત કરવામા આવ્યું હતુ. દ્રારકા જતા પહેલા મુખ્યમંત્રી કેજરીવાલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, આજે અમે દ્વારકામાં ખેડૂતોને મળીને તેઓને ગેરેન્ટી આપીશું. ખેડૂતોને પાકના પુરતા ભાવ ન મળવા તેમજ પુરતી વિજળી ન મળવાની સમસ્યા તેમજ ખેડૂતોની જમીનની સર્વેની કામગીરી થઈ છે તે પણ ખોટી છે, જેથી ખેડૂતો પરેશાન છે.​​​​​​​

માછીમારોને મુક્ત કરવા મુદ્દે કેન્દ્ર સરકારને રજૂઆત
દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે માછીમારોના પ્રશ્નો મુદ્દે પણ વાત કરતા જણાવ્યું હતું કે, માછીમાર આગેવાનો દિલ્હીમાં પણ અમોને મળવા આવ્યા હતા. તેઓની સમસ્યા છે કે, માછીમારો વખતે ભુલથી તેઓ પાકિસ્તાન તરફ વહી જતા હોવાથી આજે 600થી વધુ માછીમારો પાકિસ્તાનમાં કેદ છે. જેથી આ માછીમારોને મુક્ત કરવા મુદ્દે પણ અમો કેન્દ્ર સરકારને રજૂઆત કરીશું.​​​​​​​

અમોને વોટ આપો અમે બધા એન્જીન શરુ કરી દેશું
​​​​​​​
પોરબંદદ એરપોર્ટ પર હાલમાં એકપણ ફ્લાઇટ કાર્યરત્ ન હોવાના પ્રશ્ન અંગે કેજરીવાલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ ફ્લાઇટો શા માટે બંધ થઈ છે, કહેવાય છે કે ગુજરાતમાં ડબલ એન્જીન સરકાર છે. પરંતુ અહી તો તમામ એન્જીન જ બંધ ગયા છે તેથી અમોને વોટ આપો અમે બધા એન્જીન શરુ કરી દેશું.

અન્ય સમાચારો પણ છે...